દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામે આજે તા.૨૭/૧૨/૨૦૨૩ ને બુધવારના રોજ વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યુ હતુ. દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલીયારની અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલીયારે લોકોને સંબોધીને જણાવ્યું હતું વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી મોદી સાહેબની ગેરંટીવાળી ગાડી લોકોના ઘર આંગણે આવી છે, તેથી લોકોએ આરોગ્ય લક્ષી સેવાઓનો લાભ લેવા, પ્રધાનમંત્રી આવાસ, ઉજ્જવલા યોજના, શિક્ષણ સહિત સરકારની તમામ યોજનાઓનો લાભ લેવા આહવાન કરી ૨૦૪૭ સુધી મોદી સાહેબના હાથ મજબૂત કરી વિકસિત ભારતનું નિર્માણ કરવા સૌને આહવાન કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય પ્રતાપભાઈ ભલાભાઇ પારગી, તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ પારગી, અધિકારીઓ સહિત મહાનુભાવો અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.