સિંગવડ તાલુકાની અનોપપુરા પ્રાથમિક શાળામાં પ્રવેશઉત્સવ યોજાયો

0
80

દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના કાલીયારાઈ ક્લસ્ટરની અનોપપુરા પ્રાથમિક શાળામાં તાલુકા પંચાયત, ન્યાય સમિતિ અધ્યક્ષ મયુરભાઈ નીસરતાની અધ્યક્ષતામાં શાળા પ્રવેશઉત્સવ યોજવામાં આવ્યો હતો. ધો.-૧ માં પ્રવેશ પાત્ર 100% બાળકોને કુમકુમ તિલક કરી દફતર, પાટી-પેન આપી મો મીઠુ કરાવી પ્રવેશ આપવામાં આવ્યો હતો. શાળામાં પ્રવેશ લેનાર તમામ બાળકોના કુમકુમ પગલાં શિક્ષકો દ્વારા કાગળ પર લઇ અનોખી રીતે પ્રવેશઉત્સવ યોજવામાં આવ્યો હતો. દાતાઓ દ્વારા ભોજન તથા રોકડ રકમનું શાળાને દાન આપવામાં આવ્યુ હતું. મયુરભાઈ નીસરતા દ્વારા બાળકોને ઇનામ તથા નિયમિત શાળામાં આવવા આહ્વાન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન CRC હિમાંશુ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રવેશ મહોત્સવના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here