હોલી જોલી ગૃપ અને દાહોદ નગરપાલિકા દ્વારા પ્રકાશ ઉત્સવની (Light Festival) ભવ્ય ઉજવણી

0
144

સ્માર્ટ સિટી દાહોદમાં આવેલ રાત્રી બજારની પાછળ આવેલ બગીચામાં હોલીજોલી ગૃપ અને દાહોદ નગર પાલિકા દ્વારા દાહોદમાં સૌપ્રથમવાર એક Light Festival નું ભવ્ય આયોજન આવતી કાલે તા.૩૦/૧૨/૨૦૧૮ ને રવિવારના રોજ રાત્રીના ૦૭:૩૦ કલાક થી ૧૦:૩૦ કલાક સુધી ખૂબ જ સુંદર અને આંખોને સ્પર્શી જાય તેવી ઇવેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ ઇવેન્ટમાં અલગ અલગ કલરથી ધુમ્મસીયું વાતાવરણ, ચહેરા ઉપર અલગ અલગ રેડિયમ કલરથી પેઇન્ટિંગ, જગ્લર શો, દોરડા પર ચાલનાર, કઠપૂતળીના ખેલ અને વધુમાં સુંદર સુશોભિત બગીચો જ્યાં તમે સેલ્ફી લેવાથી પોતાની જાતને રોકી શકતા નથી. અને લાઈવ સંગીત કોન્સર્ટ એન ડાન્સ પાર્ટી.

વધુમાં આ સુંદર ઇવેન્ટનો ભાગ બનવા માટે કોઈ એન્ટ્રી પાસ ખરીદવાની જરૂર નથી. આ ઇવેન્ટમાં દરેકને મફત પ્રવેશ આપવામાં આવશે.

હોલીજોલી ગૃપ અને દાહોદ નગર પાલિકા દ્વારા દાહોદ શહેરની જનતાને દરેક વખતે શ્રેષ્ઠ ઇવેન્ટ આપનાર છે અને આવનારા વર્ષ માટે આપની હાજરી અને આશીર્વાદની જરૂર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here