🅱️reaking : દાહોદ કતવારા ગામના મોટી લછેલી ગામમાં પથ્થર મારો, આરોપીઓને કડક સજા થાય તેવી પીડિત પરિવારની માંગ

0
921

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

દાહોદના કતવારા ગામના મોટી લછેલી ગામમાં માલિકી જમીન માં જમીન માલિકે કચરોના ફેંકવાનું મહિલાને કહેતા મહિલા ઉશ્કેરાઈ ઘર સભ્યોને બોલાવી લાવી અને જમીન માલિકને ગાળો બોલવાનું શરૂ કરી દેવામાં આવ્યું અને જોત જોતામાં નાનકડા ઝગડાએ ઉગ્ર રૂપ સ્વરૂપ ધારણ કરી લીધુ અને પથ્થર મારો શરૂ કરી દેવામાં આવ્યું. જેમાં ઘરના માલિકના પરિવારના આશરે 5 થી 6 સભ્યોને હાથ પગ અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ. જેમાં ઘરના ઘવાયલા સભ્યોને 108 દ્વારા દાહોદ ના ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ મોકલવામા આવ્યા.

જેથી પૂરું પરિવાર દવાખાનામાં સારવાર લઈ રહ્યા હતા. એ દરમિયાન એમનું ગેર લાભ ઉઠાવી ઘર પર મોટા મોટા પથ્થરો ફેંકીને ઘરને નુકસાન પહોચાડવામાં આવ્યું અને દુકાનના તાળા તોડીને દુકાનને લૂંટવાનો પ્રયાસ કર્યો. આ ઝગડો ઈરાદા પૂર્વક કરવાનો મનાય છે. જેથી પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળ પર પહોચીને આરોપીઓ વિરુધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here