🅱reaking : દાહોદ નગરમાં 4 નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા એક દિવસમાં કુલ 6 કેસ પોઝીટીવ આવતા સમગ્ર તંત્ર ત્વરિત પગલા લેવા સજજ

0
796

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદના જુના વણકરવાસમાં ચાર દિવસ અગાઉ કુરેશી પરિવારમાં કોરોના પોઝીટીવ નો કેસ નોંધાયો હતો તેના બીજા અને ત્રીજા દિવસે તે જ પરિવારના બીજા પાંચ વ્યક્તિઓને કોરોના વાયરસનું સંક્રમણ લાગતા તેઓ પણ પોઝીટીવ આવ્યા હતા. આજ રોજ સાંજના ચાર વાગ્યાના અરસામાં બે કેસ બીજા પોઝીટીવ આવ્યા હતા. અને અત્યારે કુલ ૬૦ ટેસ્ટના રિપોર્ટ આવતા તેમાંથી ૫૬ વ્યક્તિઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને ૦૪ વ્યક્તિઓના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા.

આ ૦૪ વ્યક્તિઓ પણ જુના વણકરવાસમાં રહેતા કુરેશી પરિવારના પાડોસમાં રહેતા હતા. જેમાં (૧) બતુંલબીબી યુ. પઠાણ – ઉ.વ. – 80 વર્ષ, (૨) સુરૈયા એ. પઠાણ – ઉ.વ. – 30 વર્ષ, (૩) રહીશ એ. પઠાણ – 12 વર્ષ અને (૪) એઝાઝ એ. પઠાણ – ઉ.વ. – 4 વર્ષના નામની વ્યક્તિઓને કોરોના પોઝીટીવ આવેલ છે. આ ચારેેેયને લિમખેડા ખાતેની સિવિલ હોસ્પિટલમા ક્વોરોન્ટાઈ કરવામાં આવેલ છે. ઉપરોક્ત ચારેેેય વ્યક્તિઓની કોઈપણ પ્રકારની ટ્રાવેલ હિસ્ટ્રી નથી. તેઓ કુરેશી પરિવારના પાડોશી છે તેવું જાણવા મળેલ છે. આમ કુરેશી પરિવારના કારણે અત્યાર સુધીમાં કુલ ૧૩ કેસ કોરોના પોઝીટીવ થયેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here