THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
- પ્રાણીઓ પ્રત્યે માનવતા દાખવનારનું સન્માન કરાશે. – જિલ્લા વિકાસ અધિકારીજિલ્લા વિકાસ અધિકારી (D.D.O.) નેહા કુમારી
- ગરમીમાં પશુપક્ષીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવા અપીલ કરતા જિલ્લા વિકાસ અધિકારી (D.D.O.) નેહા કુમારી
દાહોદ નગરમાં એક હ્ર્દયસ્પર્શી ઘટના બની. એક ગાયનાં માત્ર બે ત્રણ દિવસનાં વાછરડાનો પગ ગાડી નીચે કચડાઈ ગયો. ગાય પણ રસ્તા વચ્ચે ઝનૂની રીતે બચાવમાં લાગી અને વાછરડાંની આસપાસ પણ કોઈ ને ફરકવા ન દે. આવી સ્થિતિમાં બે યુવાનોએ સમગ્ર સ્થિતિને સાચવીને તેની સારવાર કરાવી. આ યુવાનોએ ૧૯૬૨ નંબર લગાવ્યો અને સમગ્ર સ્થિતિની જાણ કરી. સરકારની પશુ સારવારની ટીમ પણ તાત્કાલિક પહોંચી ગઈ. આ બંને યુવાનોનું કામ હજુ પણ પૂરું થતું નહોતું.
THIS NEWS IS POWERED BY –– SHRI KRISHNA SWEETS
તેમણે એક બાજુ ટ્રાંફિકની વ્યવસ્થા કરી. બીજી બાજુ ગાયનું ધ્યાન બીજે દોરીને તેમણે વાછરડાંની પણ સારવારમાં મદદ કરી. જોગાનુજોગ જિલ્લા વિકાસ અધિકારી (D.D.O.) નેહા કુમારી પણ આ જગ્યાએથી પસાર થતા હતા અને તેઓ આ ઘટનાના સાક્ષી બન્યા. તેમણે બંન્ને યુવાનો હિમાંશુ ભાટી અને ડો. દર્શન ડામોરનું પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિની બેઠકમાં સન્માન કર્યું અને આવી સેવાભાવી સંસ્થાઓની કામગીરીને બિરદાવી.
જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી D.D.O. નેહા કુમારીએ એક સંદેશો આપીને આ સમગ્ર બનાવ વણવ્યો અને યુવાનોને બિરદાવ્યા છે. તેમણે જણાવ્યું કે, જિલ્લામાં પ્રાણીઓ પ્રત્યે આવી માનવતાભર્યું કામ કરનારને સન્માનિત કરાશે. દાહોદ નગરમાં રખડતા ઢોરની સમસ્યા છે. આ માટે સ્માર્ટ સીટી અંતર્ગત પાંજરાપોળની વ્યવસ્થા કરાઇ છે. પણ આ સુવિધા શરૂ થાય ત્યાં સુધી નગરના આગેવાનો સાથે મળીને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે.
વધુમાં તેમણે ઉમેર્યું કે, ધોમધકતો તાપ પડી રહયો છે ત્યારે પ્રાણીઓ-પક્ષીઓને પીવાના પાણીની વ્યવસ્થા કુડું વગેરે મૂકીને લોકોએ કરવી જોઈએ. જેથી ગરમીમા પાણીના અભાવે કોઈ જનાવર મરે નહિ.