આજ રોજ ફતેપુરા આર્ટસ કોલેજ ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા બહેનો માટે માતૃશક્તિ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. કાર્યક્રમમાં તાલુકાના વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત બહેનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી સરસ્વતી વંદના સાથે કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મહેમાનો તેમજ ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત તાલુકા મહિલા સહમંત્રી કવિતાબેન આમલીયાર દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોનું સંગઠનના હોદ્દેદારો દ્વારા ભારત માતાનું ચિત્ર આપી સ્વાગત કરાયું હતું
માતૃશક્તિ સંમેલનના મુખ્ય વક્તા તરીકે સંગઠન મંત્રી એવા શંકરભાઈ કટારાએ પોતાની આગવી શૈલીમાં વિષય મૂક્યો હતો. કાર્યક્રમમાં બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ફતેપુરાના કેંદ્ર સંચાલિકા નીતા દીદી દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં માટે શૈક્ષિક મહાસંઘ ફતેપુરાના સૌ હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા અને સૌએ માતૃશક્તિને આશિર્વચન આપ્યા હતા
આ કાર્યક્રમનું સફળ સંચાલન બ્રહ્માકુમારી પૂર્વિબેન ઉપાધ્યાય દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જરૂરી વ્યવસ્થા માટે સંગઠનના હોદ્દેદારો ખડે પગે હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો તે બદલ મંત્રી જીગ્નેશભાઈ કલાલ દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.