દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના અગાસવાણી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્માન ભવઃ કેમ્પ અંતર્ગત અને ઝાયડસ મેડિકલ કોલેજ દાહોદના સહયોગથી મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પની અંદર ઝાયડસ મેડિકલ કોલેજના વિવિધ વિભાગના સ્પેશિયાલિસ્ટ ડોકટર દ્વારા નિદાન અને સારવાર કરવામાં આવી હતી. આ કેમ્પની અંદર 120 થી વધુ દર્દીઓએ લાભ લીધા હતો
સમગ્ર મેડિકલ હેલ્થ કેમ્પનું આયોજન સામૂહિક આરોગ્ય કેન્દ્ર અધિક્ષક ડોકટર જી .એલ. બારીયા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ હેલ્થ કેમ્પમાં ભાગ લીધેલ તમામ લાભાર્થીઓ અને ડૉક્ટરો અને કર્મચારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો