Friday, January 3, 2025
Google search engine
HomeFatepura - ફતેપુરાઅજાણ્યા તસ્કરોનો ફતેપુરામાં તરખાટ : પોલીસ સ્ટેશન નજીક જ કરી ચોરી

અજાણ્યા તસ્કરોનો ફતેપુરામાં તરખાટ : પોલીસ સ્ટેશન નજીક જ કરી ચોરી

તસ્કરો સોના ચાંદીના ઘરેણા તેમજ રોકડ રકમની ચોરી કરી બદલામાં સાલ અને ચપ્પલ છોડી ગયા. 
પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરામાં પાંચ જગ્યાએ તાળા તૂટ્યા હતા તેમાં ફતેપુરા પોલીસ સ્ટેશનની નજીક જ બે જગ્યાએ ચોરી થઈ હતી. તેમાં ચોરીના ઠેકાણે તસ્કરો પોતાની બે સાલ સ્થળ ઉપર છોડી ગયા હતા અને એક જગ્યાએ ચપ્પલ મૂકી ગયા હતા. બીજી બાજુ હનુમાન ટેકરીએ ત્રણ જગ્યાએ તાળા તૂટ્યા હતા. તેમાં પણ રોકડ રકમ અને સોના ચાંદીના ઘરેણાંની ચોરી થઈ હતી.
ફતેપુરામાં ચોરીનો સિલસિલો ચાલુ જ રહ્યો છે, તેનો અંત ક્યારે આવશે અને ક્યારે ચોરો પકડાશે ? તેવું ગામ લોકો દ્વારા લોકચર્ચાઓ થતી જોવા મળી હતી. ફતેપુરામાં મોબાઇલ ચોરીઓ કે મોબાઈલ પડી ગયેલ હોય તેની પણ લોકોએ પોલીસ સ્ટેશન આપેલી અરજીઓમાં હાલ એક પણ અરજદારને મોબાઇલ મળેલ નથી કે તેની માહિતી પણ મળેલ નથી. તેવા આક્ષેપો પોલીસ ઉપર ગામ લોકો કરી રહ્યા છે. તો શું ફતેપુરા પોલીસ કુંભકર્ણની ઘોર નિદ્રામાં છે તેવી અટકળો સમગ્ર ફતેપુરા નગરમાં ચર્ચાઇ રહી છે. હવે જોવું રહ્યું કે ફતેપુરા પોલીસ આ ચોર લોકો ઉપર આકરા પગલાં લઈ જેલના સળિયા પાછળ ધકેલી દેશે કે પછી મૂકબધિર ની માફક જોયા જ કરશે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments