
ડી.જી.પી ગુ.રા ગાંધીનગર તથા પોલીસ અધીક્ષક અમદાવાદ ગ્રામ્ય નાઓ તરફથી જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા અંગેની ડ્રાઇવ નું આયોજન કરેલ છે. જે અન્વયે પોલીસ અધિક્ષક અમદાવાદ ગ્રામ્ય આર.વી.અસારી તથા નાયબ પોલીસ અધીક્ષક પી.ડી.મણવર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ વિરમગામ ટાઉન પોલીસ પો.ઇન્સ યુ.બી.ધાખડા નાઓના માર્ગદર્શન હેઠળ PSI કે.એન.ભૂકણ તથા પો.કો ધનશ્યામસિંહ કીર્તીસિંહ તથા પો.કો મુકેશભાઇ પટેલ, હિંમાશુભાઇ, દિગ્વિજયસિંહ, પ્રઘ્યુમનસિંહ ખાનગી વાહનોમાં પેટ્રોલિંગ દરમ્યાન ખાનગી બાતમીના આઘારે વિરમગામ રૂરલ પો.સ્ટે ના પોસ્કો કલમ સહિત 363, 366 ના અપહરણના ગુન્હામાં છેલ્લા અઢી વર્ષથી નાસતા ફરતા આરોપી ગોવિંદ ગોરઘનભાઇ કોળી પટેલ રહે.કમીજલા વિરમગામને વિરમગામ ગંગાસર તળાવ તરફથી આવતા ઝડપી પાડવામાં સફળતા મળેલ.

