PIYUSH GAJJAR – VIRAMGAM
દલિત સમાજની લાગણી દુભાય તેવુ નિવેદન વડોદરાના શખ્સ વિશાલ દવે સોશ્યલ મિડીયા પર વોટ્સઅપ ગૃપમા વાયરલ કરતા ગુજરાત ભરમાં અનુસુચિત જાતિ સમાજની લાગણી દૂભાઇ છે, ત્યારે આ શખ્સ સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી સાથે માંડલ દલિત હિત રક્ષક સમિતિ દ્વારા માંડલના મામલતદારને આવેદન પત્ર આપ્યુ હતુ. જેમા જણાવ્યું છે કે થોડા દિવસ પહેલાં જુદા જુદા વોટ્સઅપ ગૃપમા એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે. જેમા વિડીયો વાયરલ કરનારનું નામ વડોદરાના વિશાલ દવેનો હોવાનું જણાવાયું છે. જેનો મો.નં.9723777682 અને આ વિડીયો SC Samaj SEVAK GRUP મા આવેલ છે વિડીયોમા વિશાલ દવે જણાવે છે કે અનુસુચિત જાતિના લોકોને જાહેરમાં અપમાનિત કરવા તેમજ ઘમકી આપતાં હોવાનું જાણાવે છે. આ ઘૃણાસ્પદ કૃત્યથી બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય છે અને લાગણી દૂભાય તેવું બોલે છે. આ વ્યકિત સામે વાયરલ વિડીયોથી સમગ્ર ગુજરાતમા વિરોધ કરી રહ્યા છે આ બાબતે આ વ્યક્તિ સામે લેખીત ફરીયાદની કાર્યવાહી કરવા બાબતે માંડલ દલિત હિત રક્ષક સમિતિના ઇશ્વરભાઇ પરમાર, કનુભાઇ સોલંકી સહિતના સભ્યોએ માંડલ મામલતદારને આવેદનપત્ર આપ્યુ હતુ.