Friday, January 24, 2025
Google search engine
HomeViramgam - વિરમગામઅમદાવાદના પત્રકાર ચિરાગ પટેલ હત્યા કેસમાં પોલીસ દ્વારા ઝડપી અને ન્યાયીક તપાસ...

અમદાવાદના પત્રકાર ચિરાગ પટેલ હત્યા કેસમાં પોલીસ દ્વારા ઝડપી અને ન્યાયીક તપાસ કરવા વિરમગામના પત્રકારોની માંગણી

 

– અમદાવાદ જિલ્લા મિડીયા ક્લબ દ્વારા મુખ્યમંત્રીને અનુલક્ષીને વિરમગામ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

અમદાવાદના પત્રકાર ચિરાગ પટેલ હત્યા કેસમાં પોલીસ દ્વારા ઝડપી અને ન્યાયીક તપાસ કરવા વિરમગામના પત્રકારોની માંગણી કરવામાં આવી હતી અને અમદાવાદ જિલ્લા મિડીયા ક્લબ દ્વારા મુખ્યમંત્રીને અનુલક્ષીને વિરમગામ નાયબ કલેક્ટર ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
વિરમગામના પત્રકારો દ્વારા આપવામાં આવેલ આવેદનપત્રમા જણાવ્યું હતું કે, ગત શનિવારના રોજ અમદાવાદમાં ખાનગી ચેનલમાં કોપી એડિટર તરીકે કામ કરતાં અને નિકોલ ખાતે રહેતા પત્રકાર ચિરાગ પટેલને જીવતો સળગાવી દેવાયાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. ચિરાગની લાશ કંઠવાળા પાસે અવાવરું જગ્યાએથી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવેલ હતી. આ રહસ્યમય હત્યા કેસમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાને ત્રણ દિવસ વીતવા છતા પોલીસની તપાસ હજુ ત્યાં ની ત્યાં જ છે. બીજી બાજુ પત્રકાર જગતમાં દુખની લાગણી છે ત્યારે અમદાવાદ જિલ્લા મીડિયા ક્લબ દ્વારા પત્રકાર ચિરાગ પટેલની હત્યા કેસમાં પોલીસ દ્વારા ઝડપી અને ન્યાયીક તપાસ થાય તેવી માંગણી છે. પત્રકાર ચિરાગ પટેલ હત્યા કેસના આરોપીઓને ઝડપી સખત સજા થાય તેમજ ભવિષ્યમાં પત્રકારો સાથે અમાનવીય વ્યવહાર ન થાય તે માટે પત્રકારોની સુરક્ષા માટે સરકાર દ્વારા પગલાં ભરાય તેવી પત્રકારોની વિનંતી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments