Friday, November 22, 2024
Google search engine
HomeAhmadabadઅમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં આજે ઉજવાયો "વિચરણ - સ્મૃતિ દિન"

અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં આજે ઉજવાયો “વિચરણ – સ્મૃતિ દિન”

  • જનસેવા માટે સતત ચાર દાયકા સુધી અવિરત વિચરણ કરી વૈશ્વિક આધ્યાત્મિક આંદોલન જગાવનાર પ્રમુખસ્વામી મહારાજના ચરણે ભાવવંદના કરતા મહાનુભાવો.
  • પ્રમુખસ્વામી મહારાજે ૫૧ દેશો, ૧૭,૦૦૦ ગામો, ૨,૫૦,૦૦૦ ઘરોમાં વિક્રમસર્જક વિચરણ કરી ૮ લાખ કરતાં વધુ લોકોને વ્યક્તિગત મળીને આપ્યું માર્ગદર્શન.
  • ૧૯૭૫ – ૧૯૭૬ – ૧૯૭૭ ના વર્ષમાં અનુક્રમે ૬૫૪, ૭૨૮, ૬૬૩ ગામોમાં પ્રમુખસ્વામી મહારાજ વિચર્યા હતા.
  • આદિવાસીઓના કૂબાથી લઈને અમેરિકા સુધી, રાષ્ટ્રપતિ ભવનથી લઈને બકિંગહામ પેલેસ સુધી પવિત્ર નૈતિક જીવન અને ભારતીય સંસ્કૃતિનાં મૂલ્યોનો કર્યો ઉદ્ઘોષ.
  • ૧૯૮૩ માં હાર્ટ અટેક અને ૧૯૯૮ માં બાયપાસ સર્જરી પછી પણ લોકસેવા માટે પ્રમુખસ્વામી મહારાજનું વિચરણ સતત ચાલતું રહ્યું

જનસેવા અને સમાજસેવા માટે સમગ્ર વિશ્વમાં ઘર-ઘર સુધી વિચરણ કરીને પ્રમુખસ્વામી મહારાજે એક કીર્તિમાન સ્થાપિત કર્યો છે. માનવમાત્રમાં નૈતિક મૂલ્યોના સ્થાપન અને જતન માટે સમય, સંજોગો, શારીરિક તકલીફો કે સુવિધાઓને ગણકાર્યા વગર પ્રમુખસ્વામી મહારાજ પરહિતસુખાય સતત વિચરતા રહ્યા. પળેપળનો ઉપયોગ કરીને વિચરણ દ્વારા લાખો ભાવિકોને આશ્વાસન – માર્ગદર્શન – પ્રેરણા આપતાં પ્રમુખ સ્વામી મહારાજ સૌના સ્વજન બન્યા હતા.

સંધ્યા સભા : વિચરણ દિન” ની વિશિષ્ટ સભાનો આરંભ BAPS ના સંગીતવૃંદ દ્વારા ૦૪:૪૫ વાગ્યે ધૂન – કીર્તન સાથે થયો હતો.

ત્યારબાદ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના બૃહદ જીવન ચરિત્રનું આલેખન કરનાર BAPSના પૂ. આદર્શજીવન સ્વામીએ ‘પ્રમુખ ચરિતમ’ પ્રવચનમાળા હેઠળ જણાવ્યું, “પ્રમુખસ્વામી મહારાજ નગરમાં પ્રમુખ જ્યોતિ ઉદ્યાનની રચના કરવામાં આવી છે, જેનો મુખ્ય આશય પ્રમુખસ્વામી મહારાજને ભગવાન પ્રત્યેની શ્રદ્ધાનું દર્શન સમગ્ર વિશ્વને થાય તે છે. પ્રમુખસ્વામી મહારાજ શ્રદ્ધાના સાકાર મૂર્તિ સમાન સંત હતા અને તેમને લાખો હરિભક્તોના ભગવાન પ્રત્યેની શ્રદ્ધાની જ્યોતી પ્રજ્વલિત કરી છે. આ નગરમાં મુખ્ય ૬ વિષયો આવરી લેવામાં છે જે નીચે મુજબ છે. ૧. પ્રકૃતિમાં શ્રદ્ધા, ૨.દેશમાં શ્રદ્ધા, ૩.વિશ્વમાં શ્રદ્ધા, ૪.ગુરુમાં શ્રદ્ધા, ૫.ભગવાનમાં શ્રદ્ધા, ૬.શાસ્ત્રોમાં શ્રદ્ધા.

પ્રમુખસ્વામી મહારાજને ભગવાન અને તેમના ગુરુ પ્રત્યેની પ્રાર્થનામાં અનોખી શ્રદ્ધા હતી અને તેઓ દૃઢપણે માનતા હતા કે, “ભગવાન જે કરે છે તે આપણા સારા માટે જ કરે છે”. BAPS ના વરિષ્ઠ સંત અને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની ચાર દાયકાઓ કરતાં વધુ સમયની અભૂતપૂર્વ વિચરણ યાત્રાના સાક્ષી એવા પૂ. વિવેકસાગર સ્વામીએ ‘સૌનું કલ્યાણ કરતી વિરલ સંત સરિતા’ વિષયક પ્રવચન દ્વારા પ્રમુખસ્વામી મહારાજના વિક્રમી વિચરણની ગાથાને વર્ણવી હતી. તેમણે જણાવ્યું, “પ્રમુખસ્વામી મહારાજે કલાકો સુધી વિચરણમાં પત્રલેખન પણ કર્યું છે. પ્રમુખસ્વામી મહારાજના જીવનથી લાખોના જીવન બદલાઈ ગયા. પ્રમુખસ્વામી મહારાજે આદિવાસી વિસ્તારોમાં પણ અનેકવિધ મુશ્કેલીઓમાં પુષ્કળ વિચરણ કર્યું છે. આજે ૨,૦૦,૦૦૦ આદિવાસીઓ સત્સંગી છે અને ઘણા તો સંતો પણ થયા છે. પ્રમુખસ્વામી મહારાજના સતત વિચરણમાં તેમણે તેમના પંચવર્તમાનમાં લેશ ઓછપ આવવા દીધી નથી. પ્રમુખસ્વામી મહારાજના વિચરણને પ્રતાપે ૧૬૨ પ્રવૃતિઓ વિકસી, ૧૦૦૦ સાધુ બનાવ્યા, ૧૨૦૦ મંદિરો બનાવ્યા, અનેક ઉત્સવો કર્યા. પ્રમુખસ્વામી મહારાજે દેશ વિદેશમાં હિન્દુ ધર્મની શાશ્વત પ્રતિષ્ઠા કરી. સત્યમિત્રાનંદગિરિજી કહેતા કે આદિ શંકરાચાર્ય પછી આવું વિચરણ કોઈએ કર્યું હોય તો તે પ્રમુખસ્વામી મહારાજે કર્યું છે. આજે પ્રમુખસ્વામી મહારાજનું કાર્ય મહંતસ્વામી મહારાજ આગળ ધપાવી રહ્યા છે.” ત્યારબાદ ‘પ્રમુખસ્વામીજીની અવિરત વિચરણ ગંગા’ વિષયક વિડિયો પ્રસ્તુતિ કરવામાં આવી હતી. અનેક મહાનુભાવોએ પ્રમુખસ્વામી મહારાજના ભવ્ય-દિવ્ય જીવનને અંજલિ આપી હતી.

આજે આ વિચરણ – સ્મૃતિ દિન નિમિત્તે જાણીતા ગુજરાતી દૈનિક ‘નવગુજરાત સમય’ના તંત્રી અજયભાઈ ઉમટ, ‘નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ’ (NDDB) ના ચેરમેન મીનેશભાઈ શાહ, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રફુલભાઈ પટેલ, સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ એસ.વી. રમન્ના, પતંજલિ યોગપીઠના સ્થાપક, યોગાચાર્ય પૂજ્ય યોગઋષિ બાબા રામદેવજી અને કેન્દ્રીય વ્યાપાર અને વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ આજની સભામાં હાજર રહ્યા હતા અને પ્રમુખસ્વામી મહારાજ વિશે પોતાના મંતવ્ય અને અનુભવ જણાવ્યા હતા. ત્યારબાદ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે દરેક હરિભક્તો અને આવેલ મહાનુભાવોને આશીર્વાદ પાઠવ્યા હતા.

પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આજે તા.૨૭ ડિસેમ્બર, મંગળવારના રોજ યોજાયેલ કોન્ફરન્સ (NDDB) માં BAPS ના પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ જણાવ્યું કે “આજે વિશિષ્ટ કોન્ફરન્સ છે, જેમાં ટેકનોક્રેટ્સની સાથે ખેડૂતો પણ ઉપસ્થિત છે. પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે દેશની પ્રગતિ માટે ખેડૂતોનો વિકાસ અગત્યનો છે. વર્ગીસ કુરિયનને પ્રમુખસ્વામી મહારાજ પ્રત્યે ખૂબ આદરભાવ હતો. તેઓ એવું કહેતા કે ‘જયારે હું પ્રમુખસ્વામી મહારાજના કાર્ય સામે જોઉ છું ત્યારે મારી સિદ્ધિઓ વામણી લાગે છે. પ્રમુખસ્વામી મહારાજમાં ભગવાનની ઉપસ્થિતિ અનુભવી શકાય છે.”

BAPS ના પૂ. ભગવતચરણ સ્વામીએ જણાવ્યું કે “ડૉ. કુરિયનને પ્રમુખસ્વામી મહારાજ પ્રત્યે વિશેષ લગાવ હતો. જ્યારે જ્યારે પ્રમુખસ્વામી મહારાજ વિદ્યાનગર આવતાં ત્યારે ડૉ. કુરિયન તેમની મુલાકાતે આવતા.તેઓ કહેતા, “પ્રમુખસ્વામી મહારાજ શુદ્ધ અને સારપયુક્ત વ્યક્તિત્વ છે, તેમાં કોઈ બેમત નથી.”

‘નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ’ (NDDB)ના ચેરમેન મીનેશભાઈ શાહે જણાવ્યું કે “આજે આ કોન્ફરન્સ પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદથી શક્ય બની છે. આપણે ૨૦૩૦ સુધીમાં વિશ્વની તૃતીય સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઇ રહ્યા છે.

GCMMF ના મેનેજિંગ ડિરેકટર ડૉ. આર. એસ. સોઢીએ જણાવ્યું કે “BAPS સંસ્થાનો આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં કોન્ફરન્સ માટે આભાર માનું છું. અમૂલના સ્થાપકો, ખેડૂતો અને તેમાં જોડાયેલાં સર્વેનો પણ અમૂલને વિશ્વની સૌથી મોટી ડેરી ઉદ્યોગમાં પરિવર્તિત કરવા માટે અભિનંદન આપું છું. એક નાનકડો વિચાર, જે આજે ૬૧,૦૦૦ કરોડના ઉદ્યોગમાં પરિવર્તિત થઈ.”

પશુપાલન અને મત્સ્યઉદ્યોગના રાજ્યમંત્રી પુરુષોત્તમભાઈ સોલંકીએ જણાવ્યું કે “ધર્મને કેન્દ્રમાં રાખીને કેવી રીતે સમાજ ઉત્થાન અને વિકાસ કરી શકીએ તેના પાઠ શીખવવા બદલ હું BAPSનો આભાર માનું છું.”

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments