PIYUSH GAJJAR – VIRAMGAM
અમદાવાદ ગ્રામ્ય SOG ના P.S.I. કોલાદરા, રાયકા, પોલીસ કોન્ટેબલ દિલાવરસિંહ, જીતુસિંહ, હિતેશસિંહ અને અનીલભાઇ SOG પોલીસની નાઇટ પેટ્રોલીંગ દરમિયાન બાતમીના આઘારે અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના સદાતપુરા ગામની સીમ બ્રાહ્મણી ઇંટોના ભઠ્ઠાની પાછળ નજીક આવેલા ખેતરનાં ખૂણામાં આવેલા ઝાડીમાં તપાસના કરતાં પેટીઓ મળી આવી હતી, તપાસ કરતા જે પૈકી એક બોક્ષમા ૪૮ નંગ ૧૮૦ મી.લી.ની બોટલો ૩૦૨ બોક્ષની કુલ બોટલો ૧૪,૪૯૬ નંગ બોટલો જે એક બોટલ ની કિંમત ₹.૧૦૦ લેખે એમ કુલ ₹.૧૪,૪૯,૬૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. પોલીસને ખાનગી રાહે હકીકત મળતાં કે આ વિદેશી દારૂ નો જથ્થો (૧) ગિરીશસિંહ પ્રહલાદસિંહ સોલંકી (૨) નરેન્દ્રસિંહ ઉર્ફે યશપાલસિંહ બહાદૂરસિંહ સોલંકી (૩) ચન્દ્રસિહં ઉર્ફે ટીનો રણજીતસિંહ સોલંકીનાઓનો મુદ્દામાલ જેતે જગ્યાએ ઉતારેલી હોવાની પોલીસને બાતમી મળી હતી. જેને લઇને ઉપયુક્ત ૩ આરોપીઓ સામે ગુનો નોંધી આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.