Saturday, April 5, 2025
Google search engine
HomeViramgam - વિરમગામઅમદાવાદ જિલ્લાનાં માંડલના શાંતિનગરમાં નવનિર્મિત શિવાલયના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે જલયાત્રા -...

અમદાવાદ જિલ્લાનાં માંડલના શાંતિનગરમાં નવનિર્મિત શિવાલયના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે જલયાત્રા – શોભાયાત્રા નિકાળવામાં આવી

પ્રિય ગ્રાહક, રાહુલ હોન્ડાની બમ્પર ડિસ્કાઉન્ટ ઓફર BS4 CD110 ઉપર ₹. 5000/-સુધીની છૂટ. ઓફર માત્ર સ્ટોક છે ત્યાં સુધી. સંપર્ક : – 9426504040, 9925321762

 – આ ધાર્મિક કાર્યક્રમમાં જોડાવા માટે સામાજિક સમરસતા સમિતિ માંડલ નગર દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું હતું 
અમદાવાદ જિલ્લાના માંડલ ગામના શાંતિ નગર વિસ્તારમાંથી નવનિર્મિત શિવાલય શાંતિનાથ મહાદેવ શિવલિંગ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે જલયાત્રા – શોભાયાત્રા નિકાળવામાં આવી હતી. આ ધાર્મિક કાર્યક્રમમાં જોડાવા માટે સામાજિક સમરસતા સમિતિ માંડલ નગર દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિભાગ સંચાલક ચંદ્રકાંતભાઈ ત્રિપાઠી, સામાજિક સમરસતા સમિતિના સંયોજક અરૂણભાઇ આચાર્ય તેમજ જિલ્લા તાલુકાના અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા અને પૂજ્ય શ્રી પૂર્ણાશંકર શ્રીમાળી (ગુરુદેવ)ના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.  બીજલભાઇ પરમાર, ગાંડાભાઈ વણકર, ભૂપેન્દ્રભાઈ ભાવસાર,અમૃતજી ઠાકોર  ઉમાબેન આચાર્ય, મેહુલભાઈ પટેલ, કીર્તિબેન આચાર્ય, મમતાબેન વ્યાસ તથા માંડલના ગ્રામજનોએ જલયાત્રાનું સ્વાગત કર્યું અને યાત્રામાં જોડાયા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, રાષ્ટ્ર સેવિકા સમિતિ અને વિવિધ સંસ્થાઓના ભાઈઓ-બહેનો યાત્રાની વ્યવસ્થામાં સહભાગી થયા હતા. યાત્રાના અંતમાં બધાએ સાથે સહભોજન કર્યું હતું. “હિન્દવ: સોદરા: સર્વે” અને સમરસતા યુકત ભાવપૂર્ણ ધાર્મિક વાતાવરણ માંડલમાં ઠેરઠેર જોવા મળ્યું હતું.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments