Wednesday, February 5, 2025
Google search engine
HomeAhmadabadઅમદાવાદ જિલ્લાના કલેક્ટર તરીકે સુજીત કુમારે ચાર્જ સંભાળ્યો

અમદાવાદ જિલ્લાના કલેક્ટર તરીકે સુજીત કુમારે ચાર્જ સંભાળ્યો

નિવાસી અધિક કલેક્ટર સહિત કલેકટર કચેરીના અધિકારીઓએ કલેકટરને પુષ્પગુચ્છ આપીને આવકાર્યા.

અમદાવાદ જિલ્લાના કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે સુજીત કુમારે ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર સહિત કલેકટર કચેરીના વિવિધ વિભાગના અધિકારીઓએ કલેકટરને પુષ્પગુચ્છ આપીને આવકાર્યા હતા અને શુભેચ્છાઓ પાઠવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સુજીત કુમાર વર્ષ 2010ની કેડરના આઈએએસ (IAS) અધિકારી છે. મૂળ બિહારના વતની એવા સુજીત કુમાર B.A, M.A તથા M.philની પદવી ધરાવે છે. સુજીત કુમારે ઉપરાષ્ટ્રપતિ તેમજ કેન્દ્રીય મંત્રીઓના અંગત સચિવ (PS) તરીકે ફરજ બજાવેલી છે. તેઓ છેલ્લે ભાવનગર મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા. છેલ્લાં 15 વર્ષથી સનદી અધિકારી તરીકે સેવારત સુજીત કુમાર પ્રશાસનનો બહોળો અનુભવ ધરાવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments