Friday, January 24, 2025
Google search engine
HomeViramgam - વિરમગામઅમદાવાદ જિલ્લાના નળકાંઠાના કમીજલા ખાતે કોલેજીયન વિદ્યાર્થીઓ માટે "અનુભૂતિ ૨૦૧૮ ચલે ગાંવ...

અમદાવાદ જિલ્લાના નળકાંઠાના કમીજલા ખાતે કોલેજીયન વિદ્યાર્થીઓ માટે “અનુભૂતિ ૨૦૧૮ ચલે ગાંવ કી ઓર” કાર્યક્રમ યોજાયો

 

 

  • વિદ્યાર્થીઓએ નળકાંઠા વિસ્તારના ૨૪ ગામોમાં ઘેર ઘેર સંપર્ક કરીને રક્ષાબંધનની ઉજવણી કરી તેમજ ભારત માતાના સ્ટીકર ઘરો પર લગાવ્યા.
  • રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ગુજરાત કલ્યાણ પરિષદ ટ્રસ્ટ, સુરેન્દ્રનગર દ્વારા “અનુભૂતિ ૨૦૧૮ ચલે ગાંવ કી ઓર” કાર્યક્રમનું આયોજન કરાયુ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ગુજરાત કલ્યાણ પરિષદ ટ્રસ્ટ, સુરેન્દ્રનગર દ્વારા, તા.૨૧-૨૨ ઓગસ્ટ ૨૦૧૮ ના રોજ વિરમગામના નળકાંઠા વિસ્તારમાં કમીજલા મુકામે આવેલા શ્રી રવિભાણ સાહેબના સમાધિ સ્થાને “અનુભૂતિ ૨૦૧૮ – ચલે ગાંવ કી ઓર” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં શ્રી ભાણસાહેબ સમાધિ સ્થાનના મહંત પરમ પૂજ્યશ્રી જાનકીદાસજી બાપુ ઉપસ્થિત રહ્યા અને આશિર્વચન આપ્યા હતા. વિરમગામ ત્રિપદા ગુરુકુળમના ડાયરેક્ટર હિરેનભાઈ જોષીએ હાજર રહીને પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતુ. ગુજરાત કલ્યાણ પરિષદ ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી ચંદ્રકાંતભાઈ ત્રિપાઠીએ પરમ પૂજ્ય જાનકીદાસજી બાપુનું શાલ ઓઢાડીને અને હિરેનભાઈનું પુસ્તક અર્પણ કરીને અભિવાદન કર્યુ હતુ. “અનુભૂતિ ૨૦૧૮ – ચલે ગાંવ કી ઓર” કાર્યક્રમમાં સુરેન્દ્રનગર વિભાગ એટલે કે, અમદાવાદ ગ્રામ્ય અને સુરેન્દ્રનગર જિલ્લાના કુલ મળીને ૧૧૮ કોલેજીયન વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો. જેમાં બધા જ વિદ્યાર્થીઓએ, નળ કાંઠા વિસ્તારના, ૨૪ ગામોમાં ઘેર-ઘેર સંપર્ક કરીને, રક્ષાબંધનની ઉજવણી કરી હતી, તેમજ ભારત માતાના સ્ટીકર ઘરો પર લગાવ્યા હતા. ગ્રામ્ય સંસ્કૃતિ અને ગ્રામ્ય જીવનના દર્શન કર્યા પછી આ કોલેજીયન વિદ્યાર્થીઓએ, ગામડાઓની સુખાકારી અને સમૃદ્ધિ માટે પોતાનું જીવન સમર્પિત કરવાનો સંકલ્પ લીધો હતો.
“અનુભૂતિ ૨૦૧૮ – ચલે ગાંવ કી ઓર” કાર્યક્રમના સમાપનમાં જન જાતિ કલ્યાણ પરિષદ, ગુજરાતના પ્રાંત સંગઠન મંત્રી વિપુલભાઈ પટેલ દ્વારા રાષ્ટ્રપ્રેમને અનુલક્ષીને માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.. ગુજરાત કલ્યાણ પરિષદ ટ્રસ્ટના પ્રમુખ મનહરસિંહજી ઝાલા અને મંત્રી ડૉ. મહેશભાઈ ચૌહાણે ટ્રસ્ટની જાણકારી અને કાર્યક્રમની ભૂમિકા સમજાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મનસુખભાઈ સભાણી અને આભારવિધિ ડૉ. પ્રદ્યુમ્ન ભાઈ વાજા દ્વારા કરવામાં આવી હતી. ગુજરાત કલ્યાણ પરિષદ ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં આર્થિક, સામાજિક અને શૈક્ષણિક જાગૃતિ લાવવાનો અને એની સાથે સાથે સામાજિક આર્થિક અને શૈક્ષણિક સમસ્યાઓને દૂર કરવાનો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ અદભૂત કાર્યક્રમને સફળ બનાવવામાં તેજસભાઇ વજાણી, અર્જુનસિંહ મકવાણા, હરિવંશભાઈ શુક્લએ ખૂબ જહેમત ઉઠાવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments