– ગુજરાત કલ્યાણ પરિષદ ટ્રસ્ટ સુરેન્દ્રનગર પ્રેરિત અને નેશનલ મેડીકોઝ ઓર્ગેનાઇઝેનના સહયોગથી નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો.
ગુજરાત કલ્યાણ પરિષદ ટ્રસ્ટ સુરેન્દ્રનગર પ્રેરિત અને નેશનલ મેડીકોઝ ઓર્ગેનાઇઝેન ના સહયોગથી વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારના અંતરિયાળ ગામ કમીજલા શેઠ શ્રી એમ.જે. શાહપુરવાલા હાઇસ્કુલ ખાતે 8 માર્ચ રવિવારના રોજ નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. કમીજલા ખાતે ભાણ સાહેબ ની જગ્યાના મહંત જાનકીદાસ બાપુ, સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યવાહ કિશોરભાઈ મુંગલપરા, ગુજરાત કલ્યાણ પરિષદ ટ્રસ્ટના પ્રમુખ મનહરસિંહ ઝાલા, એન.એમ.ઓ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડૉ.ચંદ્રભાનુ ત્રિપાઠી, ગામના સરપંચ ગોવિંદભાઈ વાંટીયાના વરદ્દ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને સર્વરોગ નિદાન કેમ્પનું શુભારંભ કરવામાં આવ્યો હતો. ટ્રસ્ટના મંત્રી ડૉ.મહેશભાઈ ચૌહાણ દ્વારા ટ્રસ્ટની કામગીરીની સમજ આપવામાં આવી અને જાનકીદાસ બાપુ દ્વારા આશિર્વચન પાઠવવામાં આવ્યા હતા. સર્વરોગ નિદાન કેમ્પમાં હાડકાનો વિભાગ, જનરલ અને પ્લાસ્ટિક સર્જન, ફિઝિશિયન અને ઈસીજી વિભાગ, આંખ વિભાગ, સ્ત્રી રોગ, બાળ રોગ, માનસિક રોગ, દાંત રોગ, ચામડીના રોગ, નાક કાન ગળાનો વિભાગ, યોગ સારવાર, વજન બીપી નોંધણી, હોમિયોપેથી વિભાગ, આયુર્વેદ વિભાગ, વ્યસનમુક્તિ વિભાગ સહીત દવા વિભાગનો દર્દીઓએ નિઃશુલ્ક લાભ લીધો હતો. રજીસ્ટ્રેશનના સ્થળ પર જ સૌને ગુજરાત કલ્યાણ પરિષદ ટ્રસ્ટ દ્વારા વિનામુલ્યે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું અને હાથ ધોવાની રીત અંગે સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત કોરોના વાઈરસથી બચવાના ઉપાયો અંગે પપેટ શો દ્વારા આરોગ્ય વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી હતી. દર્દીઓ માટે ચા-પાણી તથા અલ્પાહારની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનો 809 દર્દીઓએ લાભ લીધો હતો. સર્વરોગ નિદાન કેમ્પને સફળ બનાવવા માટે સ્થાનિક લોકો સહીત વિવિધ સંસ્થાઓ, સંગઠનો, સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી.