Sunday, December 29, 2024
Google search engine
HomeViramgam - વિરમગામઅમદાવાદ જિલ્લામાં ઇન સર્વિસ તબીબી દ્વારા સ્થાનિક ધારાસભ્યને આવેદન પત્ર આપવામાં આવ્યા...

અમદાવાદ જિલ્લામાં ઇન સર્વિસ તબીબી દ્વારા સ્થાનિક ધારાસભ્યને આવેદન પત્ર આપવામાં આવ્યા : ૭મી એપ્રીલે ઇન સર્વિસ તબીબો પડતર પ્રશ્નોના ન્યાયી ઉકેલ માટે સામુહિક પરચુરણ રજા પર જશે

piyush-gajjar-viramgam
logo-newstok-272-150x53(1)
PIYUSH GAJJAR – VIRAMGAM
 
અમદાવાદ જિલ્લા સહિત રાજ્યભરમાં ગુજરાત ઇન સર્વિસ ડોક્ટર્સ એસોસીયેશન દ્વારા વિવિધ પડતર પ્રશ્નો અને માંગણીઓના ઘણા સમયથી ઉકેલ નહિ આવતાં આગામી તારીખ ૦૭-૦૪-૧૭ના રોજ સામુહિક પરચુરણ રજા ઉપર ઉતરી જશે તેવુ એલાન કરવામાં આવ્યુ છે. વિરમગામ તાલુકા સહિત અમદાવાદ જિલ્લાના ઇન સર્વિસ તબીબી દ્વારા સ્થાનિક ધારાસભ્યોને આવેદન પત્ર આપવામાં આવ્યા છે.
PERSONA PLUZ
 
 ગુજરાત ઇન સર્વિસ ડોક્ટર્સ એસોસીયેશન દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યુ છે કે, રાજ્યના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રો, રેફરલ હોસ્પીટલો, સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પીટલો, સિવીલ હોસ્પિટલો તથા વહિવટી અંકુશ હેઠળ ફરજ બજાવતા ઇન સર્વિસ તબીબોના વિવિધ પડતર પ્રશ્નો અને માંગણીઓનો હજુ સુધી ન્યાયી ઉકેલ આવ્યો નથી. ભુતકાળમાં ઇન સર્વિસ તબીબો દ્વારા જિલ્લા મથકો પર મૌન રેલી યોજીને પડતર પ્રશ્નોના નિરાકરણ માટે માંગણી કરવામાં આવેલ છે. તેમ છતાં પણ સરકાર દ્વારા કોઇ હકારાત્મક ઉકેલ આવ્યો નથી. ગુજરાત ઇન સર્વિસ ડોક્ટર્સ એસોસીયેશનના એલાન મુજબ રાજ્યના ગુજરાત ઇન સર્વિસ ડોક્ટર્સ આગામી તારીખ ૦૭-૦૪-૧૭ના રોજ સામુહિક પરચુરણ રજા પર ઉતરશે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments