– ૧,૦૦૦ નંગ N-95 માસ્ક, ૪૦૦૦ નંગ સેનીટાઇઝર, ૧૬૫૦૦ હેન્ડગ્લોઝ, અને ૧૭૫૦૦ નંગ થ્રી લેયર માસ્કની ખરીદી કરી આરોગ્યની કામગીરી સાથે સંકળાયેલ આરોગ્ય કર્મીઓને વિતરણ કરવામાં આવનાર છે.
અમદાવાદ જિલ્લા કલેકટર કે.કે નિરાલા અને જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશબાબુ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સતિષ કે મકવાણાના માર્ગદર્શન હેઠળ કોરોના વાયરસ ના સંક્રમણથી બચવા માટે વિદેશથી આવતા પ્રવાસી ઓને આઇસોલેશન ફેસીલીટીમાં ઓબઝર્વેશનમાં રાખાવામાં આવે છે. તેમજ અટાકયત પગલા માટે જિલ્લા વિકાસ અધિકારીએ પોતાના ફંડમાંથી ₹.૧૫,૦૦,૦૦૦ (પંદર લાખ) તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ, કારોબારી ચેરમેન તેમજ સદસ્યો દ્વારા સાવચેતીના પગલાના ભાગરૂપે જરૂર પડે તે મુજબ બજેટ ફાળવવા તેમજ મંજુરી આપવા બાબતે સુચન કરેલ છે .તે અંતર્ગત પ્રથમ તબકકામાં ૧,૦૦૦ નંગ N-95 માસ્ક, ૪૦૦૦ નંગ સેનીટાઇઝર, ૧૬૫૦૦ હેન્ડગ્લોઝ, અને ૧૭૫૦૦ નંગ થ્રી લેયર માસ્કની ખરીદી કરી આરોગ્યની કામગીરી સાથે સંકળાયેલ આરોગ્ય કર્મીઓને વિતરણ કરવામાં આવનાર છે. વધુમાં જિલ્લાની આરોગ્ય ટીમો એરપોર્ટ ઉપર આવનાર પ્રવાસીઓનુ સ્ક્રીનીંગ અને થર્મલ ગનથી તપાસ કરી જરૂરી સારવાર અપાવી રહેલ છે. તેમજ ફિલ્ડ્માં કલ્સ્ટર સર્વે દરમિયાન મેડીકલ ટીમો લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, અભિવાંદન માટે હાથ ન મિલાવતા નમસ્કાર કરવા, વાંરવાર સાબુથી હાથ ધોવા, છિક ખાતી વખતે મો ઉપર રૂમાલ રાખવો અથવા કોણીના ભાગ ઉપર છીંક ખાવી, ગમે ત્યા થુકવુ નહી, શરદી ખાંસી અને ગળાનુ દુખાવો જેવી બિમારી જણાય તો સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવો વિગેરે આરોગ્ય શિક્ષણ આપવાની કામગીરી કરે છે. વિદેશથી હાલમાં આવેલ પ્રવાસીઓના રહેણાંક વિસ્તારમાં ફોગીગ અથવા દવા છંટકાવ અને સર્વેલન્સની કામગીરી કરે છે આ ટીમો મુલાકાત દરમિયાન હેન્ડવોશ નિદર્શન ,વાયરસથી બચવા આટલુ કરો અને આટલુ ના કરો ના લખાણના સ્ટીકર,પોસ્ટર, પ્રચાર પત્રિકા વિતરણ અને સોશીયલ મીડીયાના માધ્યમથી પ્રચાર-પ્રસાર કામગીરી કરે છે. તેમજ હોમ કોરોન્ટાઇલ વ્યકિતના ઘર પર લખાણના સ્ટીકર લગાવવા મુલાકાત લેવી તેમજ આવા વિસ્તારોમાં વિનામુલ્યે ઉકાળા વિતરણ કરાવવાની કામગીરી કરાવવામાં આવે છે.
વધુમાં સેલા ગામ તાલુકો સાંણદના એક શંકાસ્પદ દર્દીનો સ્વાસ્થ હેલ્પ લાઇન -૧૦૪ની મદદથી જાણકારી મળતા જિલ્લા વિકાસ અધિકારી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન મુજબ પ્રા.આ.કેન્દ્ર સનાથલની મેડીકલ ટીમે મુલાકત લઇ કોરોના વાયરસ ના લક્ષણો જણાતા સીવીલ હોસ્પીટલ અસારવા ખાતે રીફર કરાવેલ ત્યા તેઓને આઇસોલેશનમાં રાખીને સેમ્પલ લેતા તે કેસ પોઝીટીવ આવતા તાત્કાલીક સારવાર ચાલુ કરાવવામા આવેલ છે. અમદાવાદ વહિવટીતંત્ર અને પદાધિકારીઓના સંકલનથી ઉત્કૃષ્ટ કામગીરી કરાવવામાં આવી રહેલ છે.