NILKANTH VASUKIYA – VIRAMGAM
અમદાવાદ જિલ્લામાં “બેટી બચાવો બેટી પઢાઓ” અંતર્ગત તા.૨૪-૧-૨૦૧૭ ના રોજ “નેશનલ ગર્લ્સ ચાઈલ્ડ ડે” ની ઉજવણી કરવામાં આવી આ ઉજવણી અંતર્ગત અમદાવાદ કોર્પોરેશન વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં જે દંપતીઓ એક દીકરી અથવા બે દીકરી બાદ કાયમિક ધોરણે કુટુંબ નિયોજનની પદ્ધતિ અપનાવેલ હોય તેવા કુલ ૬૫ માતા – પિતાને (દંપતીઓને) એવોર્ડ અને સર્ટીફીકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા.
જિલ્લામાં દીકરી દ્વારા તાલુકા/જિલ્લા/રાજ્ય ક્ક્ષાએ રાષ્ટીય ક્ક્ષાએ રમત ગમત ક્ષેત્રે કે શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરેલ હોય તેવી દીકરીઓને પણ પ્રમાણપત્ર આપી સન્માની તકરવામાં આવ્યા.
જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રી નરેન્દ્રસિંહ રાઠોડ દ્વારા “બેટી બચાવો બેટી પઢાઓ” અંતર્ગત નેશનલ ગર્લ્સ ચાઈલ્ડ ડે નિમિતે હાજર લાભાર્થીઓને અત્યારે હાલની સમાજમાં રહેલી પુરુષો સામે સ્ત્રીના રેશિયા અંગે સમાજમાં સ્ત્રીનો રેશિયો વધારવા માટે કરેલ ઉમદા કામગીરીની પ્રસંસા કરી અને સમાજને નવો રાહ ચીંધવા માટે ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.શિલ્પાબેન યાદવે PC PNDT એક્ટની વિગતવાર ચર્ચા કરી સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા માટે શુ કરી શકાય તેની બાબતે માહિતી આપી. જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભાર્ગવી દવે દ્વારા અત્યારે હાલની પરિસ્થિતિ બાબતે ચિંતા વ્યક્ત કરી પુરુષ સામે સ્ત્રીનો રેશિયો વધે તેવા પગલા હાથ ધરવા વિનંતી કરવામાં આવી તથા અંદાજીત ૩૫૦ વ્યક્તિઓને દીકરીને ભણાવવા તથા દીકરીના જીવનને કૃતાર્થ કરવા સપથ લેવડાવ્યા તથા દીકરીઓ દ્વારા કરેલ ઉત્કૃષ્ટ કામગીરીના દાખલા સાથે દીકરીઓને આગળ વધવા આહવાન કર્યું.