- ૬૪ મહિલાઓને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મોમેન્ટો અને પ્રશસ્તીપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા
પ્રધાનમંત્રી દ્વારા જાહેર કરેલા “બેટી બચાવો બેટી પઢાઓ કાર્યક્રમ” (બીબીબીપી) અંતર્ગત અમદાવાદ ગ્રામ્ય જીલ્લામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મેન્ટલ હોસ્પિટલ ઓડીટોરીયમ ખાતે આયોજિત કાર્યક્રમ માં ૬૪ મહિલાઓને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મોમેન્ટો અને પ્રશસ્તીપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. રમત ગમત ક્ષેત્રે ઉત્કૃષ્ઠ દેખાવ કરનારી ૩૦ દિકરીઓનું અને ૨ મહિલા ડોક્ટરોનોનું બહુમાન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ જીતેન્દ્રસિંહ ચૌહાણ, ઉપપ્રમુખ ભાવીબેન પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શિલ્પા યાદવ, આઇસીડીએસના પ્રોગ્રામ ઓફિસર નરેન્દ્રસિંહ રાઠોડ સહિત મોટી સંખ્યામાં સશક્ત મહિલાઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જીલ્લા મેલેરીયા અધિકારી અને ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસર આઇસીડીએસ નરેન્દ્રસિંહ રાઠોડના માર્ગદર્શન મુજબ કરવામાં આવ્યુ હતુ.
અમદાવાદ જીલ્લાના I.C.D.S. પ્રોગ્રામ ઓફિસર નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યુ હતુ કે, અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તકના I.C.D.S. વિભાગ દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ (બીબીબીપી) કાર્યક્રમ અંતર્ગત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ૬૪ મહિલીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત ૧ દિકરી, ૨ દિકરી પર કુટુંબ કલ્યાણની કાયમી પધ્ધતિ અપનાવનાર અને જેમને સંતાન નથી તેવા દિકરી દત્તક લીધેલા કપલને સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળામાં ૧૦૦ ટકા કન્યાઓનું એનરોલમેન્ટ કરવાવાળી ૧૬ શાળાઓ ૧૦ હજાર અને ૧૫ હજારનો ચેક આપી સન્માનીત કરવામાં આવી હતી. રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ઠ દેખાવ કરનારી ૩૦ દિકરીઓનું અને ૨ મહિલા ડોક્ટરોનોનું બહુમાન કરવામાં આવ્યુ હતુ. “બેટી બચાવો બેટી પઢાઓ કાર્યક્રમ” (બીબીબીપી)માં કાર્યરત દર્શના પટેલ, સીરાલી પટેલને ઉત્કૃષ્ઠ કામગીરી કરવા બદલ સન્માનીત કરવામાં આવ્યા હતા.