PIYUSH GAJJAR – VIRAMGAM
ગત રોજ તા.08/07/2017 શનિવારે અમદાવાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે અમદાવાદ જીલ્લા સોશિયલ મીડિયા વિભાગના અમદાવાદ જિલ્લા હોદ્દેદાર ટીમને અમદાવાદ જિલ્લા પ્રમુખ આર.સી. પટેલ દ્વારા નિમણુક કરી નિમણુક પત્ર અપાયા. આ પ્રસંગે અમદાવાદ જિલ્લા મહામંત્રી શૈલેશભાઈ દાવડા, નવદીપભાઈ ડોડીયા, જિલ્લા ઉપપ્રમુખ વિરેન્દ્રભાઈ પટેલ, જિલ્લા મંત્રી શ્રદ્ધાબેન રાજપૂત, અલ્પેશભાઈ પટેલ તેમજ અમદાવાદ જિલ્લા સોશિયલ મીડિયા આઈ.ટી.વિભાગના કન્વીનર જય વ્યાસ હાજર રહ્યા હતા.