Friday, November 22, 2024
Google search engine
HomeUncategorizedઅમદાવાદ જીલ્લામાં મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝરોને પસંદગીની જગ્યાઓ પર આપવામાં આવી બદલી તથા બઢતી

અમદાવાદ જીલ્લામાં મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝરોને પસંદગીની જગ્યાઓ પર આપવામાં આવી બદલી તથા બઢતી

સ્થળ પસંદગીથી ૨૬ મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝરની બદલી, ૨૨ મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝરને બઢતી અને ૩૨ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરને નોકરીમાં કાયમી કરવાના આદેશ કરવામાં આવ્યા.
અમદાવાદ જીલ્લા પંચાયતના મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર સંવર્ગની જગ્યાઓ સીનિયોરીટીના આધારે માંગણી મુજબ સ્થળ પસંદગીથી ૨૬ મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝરની બદલી કરવામાં આવી છે. અમદાવાદ જીલ્લા પંચાયતના મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર સંવર્ગના કર્મચારીઓને શરતોને આધીન તદ્દન હંગામી ધોરણે મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર સંવર્ગમાં ૨૨ મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝરને બઢતી આપવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ જીલ્લામાં ફરજ બજાવતા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરને નિમણુક તારીખથી નોકરીના પાંચ વર્ષની સંતોષકારક સેવા પુર્ણ કરતા હોય તેવા ૩૨ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરને પાંચ વર્ષ પુર્ણ થવાની તારીખથી નોકરીમાં કાયમી કરવાના આદેશ કરવામાં આવેલ છે. અમદાવાદ જીલ્લા પંચાયતમાં જિલ્લા વિકાસ અધિકારી ડૉ.અનિલ ધામેલીયાની સુચના અને માર્ગદર્શન મુજબ મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઇઝરો ને રૂબરૂ બોલાવીને સ્થળ પસંદગી કરાવવામાં આવી હતી અને મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર સંવર્ગના કર્મચારીઓને ઉપલબ્ધ જગ્યાઓમાંથી પોતાની પસંદગીની જગ્યાઓ પર બદલી તથા બઢતી આપવામાં આવેલ છે. આ કામગીરી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.શૈલેશ પરમાર અને જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડના પ્રત્યક્ષ નિરીક્ષણ હેઠળ કરવામાં આવી હતી. તા.૨૯/૦૯/૨૦૨૧ ને બુધવારના રોજ એક જ દિવસમાં આરોગ્ય વિભાગના મલ્ટી પર્પઝહેલ્થ સુપરવાઇઝરોના બઢતી તથા બદલી અને મલ્ટી પર્પઝહેલ્થ વર્કરના નિયમીત પગારના આદેશ કરવામાં આવતા આરોગ્ય કર્મચારીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments