THIS NEWS POWERED BY : RAHUL MOTORS
- મહિલા જાગૃતિ અંગેની વિવિધ માહિતી ઉપરાંત મહિલા સાથે થતી હિંસા, તેમજ કાનૂની જોગવાઇ અંગેની પ્રાથમિક માહિતી અપાઈ.
અમદાવાદ જીલ્લા પંચાયત સંલગ્ન આઇસીડીએસ વિભાગ દ્વારા લેઉઆ પટેલ સમાજનીવાડી ધોળકા ખાતે અભયમ્ મહિલા સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં કેબીનેટ મિનીસ્ટર ભુપેંદ્રસિંહ ચુડાસમા, ભવાનભાઇ ભરવાડ, જિલ્લા પંચાયત પ્રમુખ જીતેંદ્રસિંહ ચૌહાણ ,ઉપપ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી, તેમજ અન્ય પદાધિકારીઓ, અધિકારીઓની ઉપસ્થિતિ રહ્યાં હતા. આ કાર્યક્રમમાં મહિલા જાગૃતિ અંગેની વિવિધ માહિતી આપવામાં આવી, મહિલા સાથે થતી હિંસા, તેમજ કાનૂની જોગવાઇ અંગેની પ્રાથમિક માહિતી આપેલ. જેમાં મહિલા આ સેવાનો ઉપયોગ કરી શકે તે માટે ૧૮૧ એપ્સ મોબાઇલમાં ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરવા અંગેની વિગતવાર માહિતી આપવામાં આવેલ હતી. આ ઉપરાંત ૧૮૧ અભયમ્ ના પ્રતિભાવો આપવામાં આવેલ હતા.
આ કાર્યક્રમમાં ૧૪૮૦ જેટલી વ્યક્તિઓ હાજર રહેલ હતી. જેમાં ધોળકા, બાવળા, સાંણદ, દસક્રોઇ તાલુકાની ૯૮૪ મહિલાઓ હાજર રહેલ હતી. સાથે આ કાર્યક્રમમાં ૪૯૬ અન્ય મહિલાઓ ઉપસ્થિત રહેલ હતી. જેમાં ૩૫ મહિલા વોલેન્ટીયર, ૧૦૦ સખી મંડળ, ૧૪૦ આશા બહેનો અને આરોગ્ય કર્મચારી, ૬૫ મહિલા શિક્ષકો, પોલીસ સ્ટાફ, કચેરી સ્ટાફ ઉપસ્થિત રહેલ.
આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન જિલ્લા પ્રોગ્રામ ઓફિસર નરેંદ્રસિંહ રાઠોડ, જિલ્લા વિકાસ અધિકારી, જિ.પંચાયત, અમદાવાદના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ સવારે ૦૯:૦૦ કલાક થી શરૂ કરી ૦૧:૩૦ કલાકે પુર્ણ થયેલ હતો. મહિલા લક્ષી સરકારી યોજનાની લાભા-લાભની જાણકારી આપેલ જેના થકી ખુશીનું વાતાવરણ પેદા થયેલ હતું. સરકારી યોજના માટે,(૧) ૧૮૧ ની કામગીરીનો પરિચય, નિદર્શન અને ૧૮૧ મોબાઇલ એપ્સનો પરિચય,(૨) ઘરેલું હિંસા અધિનિયમ, ૨૦૦૫ વિષે માહિતી, (૩) જિલ્લાકાનૂની સેવા સત્તા મંડળ દ્વારા મહિલા લક્ષી કાયદા વિષયક જાણકારી વિશે ડીટેઇલમાં વિગતો આપવામાં આવી તથા ચેરમેન ભવાનભાઇ ભરવાડ તથા મંત્રી ભુપેંદ્રસિંહ ચુડાસમાએ સરકારની યોજના વિશે વિગતવાર માહિતી આપી હતી.