PIYUSH GAJJAR – VIRAMGAM
સમગ્ર રાજ્યમાં હાલ ભર ઉનાળે પીવાના પાણીનો ચોતરફ પોકાર ઉઠ્યો છે. ત્યારે અમદાવાદ જિલ્લાના અનેક ગામોમાં પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાનાં ડાભસર જુથમાંથી અનેક ગામો માં પાણી પહોંચાડવામાં આવે છે.
ત્યારે છેલ્લા ઘણાં દિવસોથી દેત્રોજના ડાભસર – નાયકપુર અને કાંચરોલ એમ બે જગ્યાએ પાણીની મુખ્ય પાઇપલાઇન માં ભંગાણ સર્જાતા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. તેમજ એક બાજુ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી વિતરણની મુખ્ય લાઇન હોવાથી પાણીનો મોટા પાયે વેડફાટ થઇ રહ્યો છે. અને બીજી બાજુ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી વિતરણ થાય છે પરંતું પાણી ખૂબ ઓછા પ્રમાણમાં મળે છે. ત્યારે દેત્રોજ તાલુકા મા આ મદ્રીસણા સહિત ગામના લોકોએ અનેક વાર વિરમગામ પાણી પુરવઠા જુથ વિભાગ તેમજ ઉચ્ચકક્ષાએ લેખીતમા રજુઆત કરી હોવા છતાં વિરમગામ પાણી પુરવઠા વિભાગની અઘિકારીઓ દ્વારા કોઈ પગલાં ન ભરાતાં હોવાની ફરિયાદ ગામલોકો કરી રહ્યા છે.