PIYUSH GAJJAR – VIRAMGAM
વિરમગામ શહેરમાં આવેલી સામુહિક આરોગ્ય કેન્દ્ર ગાંઘી હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી અપૂરતા ડોક્ટરો સહિતના સ્ટાફની અને સેવા સેતુ અંતર્ગત ડોક્ટરોની લાલિયાવાડીને લઇને વિરમગામ યુવા શક્તિ ગૃપ અને સામાજીક કાર્યકર બળંવત ઠાકોરએ અનેકવાર ઉચ્ચકક્ષાએ લેખિત મૌખિકમાં રજુઆત કરી હતી. ત્યારે આજરોજ અમદાવાદ વિભાગીય નાયબ નિયામક આરોગ્ય અઘિકારી એસ.કે.મકવાણાએ વિરમગામ સરકારી સામુહિક આરોગ્ય કેન્દ્ર ગાંઘી હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લીઘી હતી. ત્યારે હોસ્પિટલની અંદર જ પાણીના ટાંકી પાસેની ગંદકીને લઇને સુપ્રિટેન્ડેન્ટ સહિતના ડોકટરોનો ઉઘડો લીઘો હતો. તેમજ વિભાગીય નાયબ નિયામક આરોગ્ય અઘિકારીએ સમગ્ર હોસ્પિટલમાં દરેક વોર્ડનુ નિરીક્ષણ કર્યું હતું. વિરમગામ સામુહિક આરોગ્ય કેન્દ્રમા વર્ષોથી અપૂરતા ડોક્ટર અને નર્સોના સ્ટાફ અને ડોક્ટરો સમયસર હાજર ન રહેતા છેલ્લા ઘણા સમયથી હોસ્પિટલ રામભરોસે ચાલી રહી છે. બીજીબાજુ કોઇ મોટો અકસ્માત સર્જાય કે કોઇ લાશનુ પોસમોર્ટમ ત્યારે કરવાનું હોય ત્યારે કોઇ ડોકટર હાજર ન રહેતા હોવાનુ પણ ઘણીવાર સામે આવ્યું છે. ઉપરાંત સામુહિક આરોગ્ય કેન્દ્રમા ચાલતી રોગી કલ્યાણ સમિતિના સભ્યો પોતાની મનમાની ચલાવતા હોય અને હોસ્પિટલમાં કોઇ સુખાકારી માટે કોઇ કાર્યો થયા ન હોય જે સમિતિ દર ત્રીજા વર્ષે બદલાતી હોય છે. જેની જગ્યાએ છેલ્લા 10 વર્ષોથી આ એક જ સમિતિ પોતની જોહુકમી ચલાવી રહી હોય તેવુ સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી વિરમગામ જાગૃત યુવાનોની યુવા શક્તિ ગૃપ અને સામાજીક કાર્યકર બળંવત ઠાકોર દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્રની અનેકવિઘ બેદરકારીને લઇને ઉચ્ચ કક્ષાએ લેખિત મૌખિક રજુઆત કરવામા આવી રહી છે. ત્યારે આજ રોજ અમદાવાદ આરોગ્ય વિભાગીય નાયબ નિયામક અઘિકારીએ સામુહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી. તેમજ વિરમગામ યુવા શક્તિ ગૃપના ગૌરવ શાહ, આશીષ ગુપ્તા, વિજયસિંહ ચાવડા, પ્રતિક ડગલી, રણછોડ જાદવ, રાજેશ પંડયા, ભાવેશ સોલંકી સહિત સામાજીક કાર્યકર બળંવત ઠાકોરએ સામુહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુલાકાતે વિભાગીય નાયબ નિયામક એસ.કે.મકવાણાની મુલાકાત લઇ હોસ્પિટલને લગતી. વિવિઘ રજુઆતો કરી હતી અને વિભાગીય નાયબ નિયામકે એક મહીનાની હોસ્પિટલને લઇને તમામ બાબતોની કાર્યવાહી કરી યોગ્ય નિરાકરણ લાવવા બાંહેધરી આપી હતી.