RAKESH MAHETA – ARVALLI
અમરનાથ યાત્રામાં જઈ રહેલી બસ પર થયેલા આંતંકવાદી હુમલા માં ૭ યાત્રીઓ શહીદ થતા દેશભરમાં પાકિસ્તાન સામે રોષ ફાટી નીકળ્યો છે ત્યારે અરવલ્લી જીલ્લાના ધનસુરામાં પણ વિશ્વ હિન્દુ પરીષદ અને બજરંગદળ દ્વારા ધનસુરા ચાર રસ્તા પર પાકિસ્તાનમાં રહેલા આતંકવાદીઓનું પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. અને પાકિસ્તાન હાય હાય નાં નારા લગાવ્યા હતા. અને જણાવ્યું હતું કે દર વખતે હિંદુઓની યાત્રાઓ પર હુમલા થાય છે પરંતુ હજ યાત્રીઓ પર કોઈ હુમલો થયો નથી જેથી સરકાર દ્વારા આંતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવામાં આવે તેવી પ્રજાની ઉગ્ર માંગ છે