સંજેલી તાલુકામાં રામમંદિરની પ્રથમ વર્ષગાંઠ ઉજવવામાં આવી. શોભા યાત્રા, સુંદરકાંડ અને મહાપ્રસાદીનો ભક્તોએ મોટી સંખ્યામાં લાભ લીધો.
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં સમસ્ત હિન્દુ સમાજના યુવાનોએ અયોધ્યા નગરીમાં બનેલ ભગવાન શ્રી રામના મંદિરની પ્રથમ વર્ષગાંઠ ઉજવવા માંટે અનોખું આયોજન કર્યું હતું. વહેલી સવારથી જ નગરની તમામ દુકાનો બંધ રાખવામાં આવી હતી. સંજેલી શ્રી ખોડિયાર માતાજીના મંદિરેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. સમગ્ર સંજેલી નગરમાં ડીજેના તાલે જય જય શ્રી રામ નારા સાથે આગ્રાથી આવેલા કલાકારોએ શોભાયાત્રા માં શ્રી રામની ઝાખીના દર્શન કરાવ્યાં હતાં. રામજીમંદિર પાસે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ સાંજે ગોધરાના રામભક્તો દ્વારા સુંદરકાંડનાં પાઠનું આયોજન કરવામાં આવ્હયુ હતું. આ કાર્યક્રમમાં સમસ્ત હિન્દુ સમાજના ભાઈ બહેનોએ મોટી સઁખ્યામા લાભ લીધો હતો. અંદાજે 8 હજારથી પણ વધુ ભાવિકોએ મહાપ્રસાદ નો લાભ લીધો હતો.