આજે તા. ૨૨/૦૧/૨૦૨૪ ને સોમવારના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામ ની મૂર્તિ પ્રતિષ્ઠા નિમિત્તે દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદમાં ભક્તિમય વાતાવરણમાં ભવ્ય ઉજવણી કરવામાં આ ઉજવણી પાછલા ચાર થી પાંચ દિવસથી દાહોદમાં ઉજવવામાં આવી રહી છે. અને સમગ્ર દાહોદ જિલ્લો રામ મય બની ને પોતાના ઘરને શણગારી અને રોશની કરી હતી.
ગત રોજ દાહોદમાં ગોવિંદનગર ખાતે થી એક ભવ્ય કાર રેલી નીકળવામાં આવી હતી જેમાં અંદાજે ૫૦ થી ૬૦ જેટલી કાર ના અંદર અને કારની ઉપર લોકો દ્વારા ભગવાન શ્રી રામની ધજાઓ સાથે આ રેલી ગોવિંદનગર થી નીકળી દરજી સોસાયટી થઈ બહરપુરથી પડાવ થી નગરપાલિકા ચોક થી સ્ટેશન થી રેલ્વે બ્રિજ ઉપર થઈ ગોદી રોડ થી અંડર બ્રિજ થી પસાર થઈ પરત ગોવિંદ નગર આવી હતી અને રાત્રે ૦૯:૦૦ કલાકે એમ.જી રોડ ઉપર અદ્દભુત યુવક મંડળ દ્વારા સંગીત સહિત ભવ્ય સુંદરકાંડ નું આયોજન કરવામાં આવ્યું હતું જેના પાઠ પંડિત યશજી કૌશિક દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ પુરાબિયાવાડ ખાતે ભવ્ય આતિશબાજી કરવામાં આવી હતી.
આજે પરોઢ થી જ જાણે ભગવાન શ્રી રામ દાહોદ માં જ પધારી રહ્યા હોય તેમ રઘુપતિ રાઘવ રાજા રામ… યુગ રામ રાજ્ય કા આ ગયા… જેવા અનેક ભક્તિમય ભજનો જોડે પ્રભાત ફેરી નીકળવામાં આવી હતી. અને બપોરના બાર વાગ્યા સમગ્ર દાહોદમાં અનેક વિસ્તારોમાં એક સાથે મહાઆરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ પંચામૃત ભોજન પ્રસાદીનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો અને રાત્રીના સમયે અનેક જગ્યાએ ભવ્ય આતિશ બાજી કરી રામ રાજ્ય સ્થાપિત થતો હોય તેમ ફરીથી દિવાળી ઉજવવામાં આવી હતી લોકો પોતાના ઘરની બહાર દીવા પણ પ્રગટાવ્યા હતા.