Rakesh Maheta – Arvalli
અરવલી જિલ્લાના માેઙાસા,શામળાજી,ધનસુરા ખાતે ભવ્ય રથયાત્રા નિકળી હતી.મંદિરની પ્રદક્ષિણા કરીને રથયાત્રોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જગન્નાથની નગર યાત્રામાં અનેક લોકો ઉમટી પડ્યાં હતાં. નગર હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલકીના નાદથી ગુંજી ઉઠ્યું હતું. ઠાકોરજીની સન્મુખ રથમાં બિરાજીત કરી પંરપરા પ્રમાણે ગુમટમાં નગરચર્યાએ લઈ જવામાં આવે છે. અંદાજીત લાંબી રથયાત્રા તમામ નઞર મા ફરી હતી.
> રથયાત્રાને ધ્યાને રાખીને તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સાથે પોલીસ તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રથયાત્રમાં આસપાસ ના ઞામના ભકતજનાે મોટી સંખ્યમાં જગન્નાથના દર્શન કરવા માટે આવ્યાં હતાં.ભગવાન જગન્નાથના દર્શન કરીને ભક્તો ધન્ય બન્યાં હતાં..