Sunday, December 29, 2024
Google search engine
HomeArvalli - અરવલ્લીઅરવલ્લીના ચોઈલા ગામે પેટ્રોલ પંપ પાસેથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે રૂ. 10,00,000/- નો વિદેશી દારૂ...

અરવલ્લીના ચોઈલા ગામે પેટ્રોલ પંપ પાસેથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે રૂ. 10,00,000/- નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો  

Exif_JPEG_420

logo-newstok-272

Atul Shah – Bayad
અરવલ્લી જીલ્લાના બાયડ દેહગામ હાઇવે પર આવેલ ચોઈલા ગામ પાસે આવેલ પેટ્રોલ પંપ પાસેથી 30/3/2016 ના રોજ પોલીસ ફરિયાદના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ ના નાયબ પોલીસ અધિક્ષક જ્યોતિબેન પટેલની ટીમ દ્વારા વોચ ગોઠવીને એક GJ – 23 પાસિંગની પીકઅપ ને આંતરીને તપાસ કરતા પીકઅપ માંથી પર પ્રાંતીય વિદેશી દારૂની પેટી નંગ 148 તથા બોટલ નંગ 4114 મળીને કુલ રૂપિયા 9,81,350/- નો દારૂ ઝડપી પાડ્યો હતો તેમજ પીકઅપ વાન મળીને 13,87,620/- નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને પીકઅપના ચાલક  અને તેની સાથે મળી કુલ બે વ્યક્તિઓની અટક કરી હતી. જેમાં અશોક ગોવિંદ ગીવડા રહેવાસી વસુર તા.સીયારપટ જી. આસન કર્નાટક હાલ રહેવાસી વિચીવાડા રાજસ્થાન તથા ઉદય સુનાજી મેવાલાલ રહે. ખેમલી રેલ્વે સ્ટેશન પાસે માવલી જી. ઉદેપુર રાજસ્થાન.
અરવલ્લી જીલ્લામાં બે રોકટોક અને પાણીની જેમ થતી દારૂની રેલમછેલથી ત્રસ્ત થઇને અને પોલીસની નબળી કામગીરીના કારણે સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરને ફરિયાદ કરતા આ કાર્યવાહી કરવામાં આવી હતી.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments