Atul Shah – Bayad
અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકામાં પ્રાંત કચેરીના પટાંગણ માં લોક સંવાદ સેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમાં આરોગ્ય મંત્રી શંકર ચૌધરી, ગૃહ રાજ્ય મંત્રી રજનીકાંત પટેલ જીલ્લા કલેકટર છાકછુઆક તેમજ જીલ્લા ભાજપ પ્રમુખ, તાલુકા પ્રમુખ તેમજ અન્ય અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો અને આગેવાનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં લોકો દ્વારા પીવાના પાણી, MGVCL, રસ્તા, ખેતી માટે પાણી, ગામડામાં તળાવમાં પાણી ભરવા અને મહેસુલ બાબતોની સમસ્યાઓની ધારદાર રજૂઆત કરી હતી. જેમાં અમુક સમસ્યાઓનો નિકાલ સ્થળ પર જ કરવામાં આવતા લોકોએ મુખ્ય મંત્રીના આ અભિગમને આવકાર્યો હતો.