SANDIP PATEL – BAYAD
અરવલ્લી જીલ્લાના મોડાસામાં દારૂ પીને છાટકા બનેલ યુવાને બાઈક સવારને ટક્કર મારતા બાઈક સવાર ઘવાયો હતો જેને સ્થાનિકો ધ્વારા તાબડતોડ મોડાસા સાર્વજનિક હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. મોડાસા બાયપાસ ઉપર આજે મોડાસા તાલુકાના કુષ્ણાપુરાકંપાના પટેલ પીયુષભાઈ પોતાની કાર જાતે નશાની હાલતમાં ચલાવી રહ્યા હતા.તેવા સમયે જ બાજુમાંથી નીકળી રહેલ બાઈક ને ટક્કર મારતા બાઈક સવાર પટકાયો હતો અને ઘાયલ થયો હતો .જેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઘટના સ્થળ ઉપર લોકો એ નશાની હાલતમાં કાર ચલાવનાર કુષ્ણપુરાકંપાના પટેલ પીયુષ ભાઈ ને મેથી પાક પણ આપ્યો હતો.જયારે પોલીસ ને ઘટના ની જાણ થતા પોલીસે ઘટના સ્થળ ઉપર પહોચી ને કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.