મોડાસામાં છેલ્લા કેટલાક મહિનામાં 100 ઉપરાંત ત્રસ્ત મોડાસાના લઘુમતીઓએ પોલીસ વિરૃધ મોરચો ખોલી રેલી કાઢી આવેદન જીલ્લા કલેકટર ને આપી અને તાત્કાલી ધોરણે આ સમસ્યાનો હાલ થાય તેવી રજુઆતો કરી હતી. મૂળ સપ્તાહે લઘુમતી વિસ્તારમાં વધુ એક ચોરીનો બનાવ બન્યો હતો. જેના કારણે જેના ઘરે ચોરી થઇ તે વ્યક્તિ પોલીસ સ્ટેસન ફરિયાદ લખાવવા ગયા ત્યારે પોલીસે તું જુઠ્ઠુ બોલે છે અને તો તો જુગારીયો છે હારી ગયો હોઇસ તેમ કહી તેને ડરાવી અને ફરિયાદ લેવાની ટાળવાની કોસી કરી અને ઉપરથી ફરિયાદ આરોપી ની જેમ ધમકાવવા માંડી હતી. મોડાસા પોલીસ ના આ વર્તન થી ત્રસ્ત થઇ બધા લોકોએ પોલીસ વિરૃધ સુત્ત્રોચાર કરી રેલી કાઢી અને કલેકટર ને આવેદન પત્ર આપી ઘટતું કરવા વિનંતી કરી હતી.
HomeArvalli - અરવલ્લીઅરવલ્લીમાં ચોરી રોકવામાં નિષ્ફળ પોલીસ વિરુધ મોડાસાના રહીશોએ રેલી કાઢી કલેકટરને આવેદન આપ્યું