વર્તમાન સમયમાં પાણીનો બગાડ અટકાવવા માટે અનેકગણી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે ત્યારે બીજી તરફ સરકારના સિંચાઈ વિભાગની બેદરકારી દ્વારા પાણી નો બગાડ થાય છે તે જોતાં એવું લાગે છે કે “ખાટલે મોટી ખોડ” એ કહેવત સાર્થક થાય છે
અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાની જનતાની જીવાદોરી સમાન “માઝુમ યોજના” હેઠળ બનેલી નહેરો શીકા પંથકમાં થઇ પસાર થાય છે ત્યારે બીજી તરફ આ નહેરનું સમારકામ કરવામાં આવતુ નથી અને નહેરનું પાણી વેડફાઈ રહ્યું છે એક તરફ તો ખેડૂતોને ખેતી માટે સિંચાઈ માટે પાણી વિતરણ કરવામાં આવતું નથી બીજી તરફ આ નહેરનું પાણી, વોઘા કોતરોમા વેડફાઈ રહ્યું છે. શીકા પંથકમાં નહેરોના લીકેજને કારણે અનેક સ્થળોએ ખેડૂતોના ખેતરમાં પાણી ભરાયા છે અને ખેડૂતો શિયાળામાં વાવેતર કરવામાં નિષ્ફળ જતાં ખેડૂતોને મોટુ આર્થિક નુકસાન સહન કરવુ પડે છે. આ અંગે જવાબદાર તંત્ર સામે અનેકવાર રજુઆતો કરવામાં આવી હતી પરંતુ તેઓ દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી ન હોતી. શીકા પંથકમાં જે ખેડૂતોના ખેતરમાં પાણી ભરાયા હતા અને ખેતરો સરોવર બની ગયા હતા તે ખેડૂતો દ્વારા તંત્રની સામે કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી શક્યતા જોવા મળી રહી છે અને અદાલત દ્વારા આર્થિક નુકસાનનુ વળતર આપવાની માંગ કરવામાં આવશે