RAKESH MAHETA – ARVALLI BUREAU
અરવલ્લી જિલ્લાના ધનસુરા મોડાસા અંતિસરા પાસે સાંજ ના 4 વાગ્યા ના સમયે મોડાસા થી આવતી બસ અને માધવકમ્પા થી લગ્ન થી પરત જઇ રહેલા ઇડર તાલુકાના કલોલ કંમ્પાના રહીશની ઇન્ડિકા કાર સામસામે અકસ્માત થતો ઇન્ડિકા કારના આગલા ભાગનો ભૂક્કો બોલાતા કારની અંદર બેઠેલા 4 વ્યક્તિઓ ગમ્ભીર રીતે ઘાયલ થતા 108 દ્વારા વધુ સારવાર માટે મોડાસા ખસેડવામાં આવ્યા હતા જાણવા મળ્યા મુજબ કારમા બેઠેલા બન્ને શાડુભાઈ હતા. અકસ્માત થતા લગ્નમાથી પરત થઇ રહેલા કચ્છ કડવા પાટીદારો અકસ્માતના સ્થળે પહોચ્યા હતા. આ અકસ્માતથી ધનસુરા – મોડાસા હાઇવે પર ટ્રાફિક જામ થયો હતો. આ અકસ્માતની જાણ થતા ધનસુરા પોલીસ અકસ્માતના સ્થળે પહોચી જઈ વાહન વ્યવહાર ચાલુ કરાવ્યો હતો અને તપાસ ચલાવી હતી.