SANDIP PATEL – ARVALLI
– ધનસુરાના બારનોલી ગામની મુલાકાત લીધી
– ગામની સ્ટ્રીટ લાઈટની સમસ્યાનો નિકાલ કર્યો
ભાજપ દ્વારા ચાલી રહેલી વિસ્તારક યોજના અંતર્ગત યુવા મોરચાના પ્રભારી હિમાંશુ પટેલે ધનસુરા તાલુકાના બારનોલી ગામની મુલાકાત લીધી હતી. ગામમાં સ્ટ્રીટ લાઈટનો મોટો પ્રશ્ન સામે આવતા તેનો તાત્કાલિક નિકાલ કરી ગામમાં LED સ્ટ્રીટ લાઈટ લગાવવામાં આવી હતી.
પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા ચાલી રહેલા કાર્યક્રમ વિસ્તારક સપ્તાહ અંતર્ગત વિસ્તારક તરીકે ઘરે – ઘરે, બુથે – બુથે જઈને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા ૩ વર્ષોના કામો તેમજ સરકાર ની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોચે તે માટે ભાજપ સરકાર દ્વારા આયોજિત આ કાર્યક્રમ હેઠળ ગુજરાત પ્રદેશ યુવા મોરચાનાં મંત્રી હિમાંશુ પટેલ તેમજ અરવલ્લી જીલ્લા યુવા મોરચાના પ્રમુખે જીલ્લાના ધનસુરા તાલુકાના બારનોલી ગામની મુલાકાત લીધી હતી. ગામમાં વર્ષો જૂની સ્ટ્રીટ લાઈટનો પ્રશ્ન ગામ લોકો દ્વારા રજુ થતાં તાત્કાલિક ધોરણે ગામમાં LED સ્ટ્રીટ લાઈટો લાગાવી આપવામાં આવી હતી. અને ગામ લોકોની અન્ય સમસ્યાઓ સાંભળી હતી અને તેનો જલ્દીથી નિકાલ લાવવામાં આવેશે તેવું જણાવ્યું હતું.