અરવલ્લી જીલ્લાની ધનસુરા તાલુકાની સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાનું બંધ કરતા 115.કી. મી. વિસ્તારનો ઉભો પાક નષ્ટ થવાના આરે છે. માત્ર એક વખત નું પાણી મળવાથી આટલા મોટા વિસ્તારમાં ઘઉં અને દિવેલા નો ઉભો પાક છે તે ખેડૂતોના મોમાં આવેલ કોળ્યો છીનવાઈ જવાની ભીતિ છે. ખેડૂત અને શાંતિલાલ પટેલે જણાવ્યું હતું કે કદનામાં પાણી ઓછુ છે જેથી ખેડૂતો નો પાક નષ્ટ થાય તો તેઓ પાયમાલ જશે.અને અનો રસ્તો છે તલોદ ની જેમ બાલાસિનોર પાસે કડાના ડેમમાં નર્મદા નો વાળ છે જો આ પાણી અને સુજલામ સુફલામ કેનાલ માં નાખવામાં આવે અને જો ખેડૂતો ને એક કે બે વખતજ પાણી મળે તો આ 115કી.મી.ના વિસ્તાર નો ઉભો પાક સીધે સીધો ખેડૂત ને મળે અને તે દેવાદાર થતો માટી જાય એવી આ વિસ્તાર ના ખેડૂતો ની માંગ અચે.
આ અંગે ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા ને ટેલીફોનીક વાતચીત કરતા તેઓએ સિંચાઈ મંત્રી સમક્ષ રજૂઆત કરવાની ખાતરી આપી છે.