અરવલ્લી જીલ્લામાં મોડાસાની મુકબધીર શાળામાં રાષ્ટ્રીય પલ્સ પોલીયો અભિયાન અંતર્ગત આજે અરવલ્લી D.M માન એસ છાકછુવાક ધ્વારા પોલીયો બુથ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને બળોકોને રસી મૂકી રક્ષિત કરવામાં હતા. જેમાં જીલ્લા આરોગ્ય અધિકારી યજ્ઞેશ નાયક, આયુષ ઓફિસર , તાલુકા આરોગ્ય અધિકારી ઉપસ્થી રહ્યા હતા.જયારે ઘાંચી ડીસ્પેન્સેરીવાળા બૂથનું ઉદ્ઘાટન મોડાસાના ધારા સભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરે દ્વારા કરવામાં આવ્યું હતું.
જયારે ધનસુરા બૂથનું ઉદ્ઘાટન જીલ્લા વિકાસ અધિકારી પટેલ ધ્વારા કરવામાં આવ્યું હતું.અરવલ્લી જિલ્લન 0 થી 5 વર્ષના કુલ 114969 બાળકોને રસી પીવડાવામાં આવી હતી. જેમાં મોડાસા , બાયડ, મેઘરજ, ધનસુરા અને ભિલોડા જેવા તાલુકા સ્થળોએ જીલ્લા અગ્રેનીયો ની હાજરી માં આ રસી પીવડાવામાં આવી હતી. જયારે બાકી રહેલ બાળકો માટે પણ 18મી તથા 19 મી એ આ કાર્યક્રમ ચાલુ રાખવામાં આવ્યો હોઈ બાકી ગયેલ લોકોએ પોતાના બાળકો ને રસી અચૂક પીવડાવવી એવું જીલ્લા આરોગ્ય અધિકારી યજ્ઞેશ નાયકે જણાવ્યું હતું.