Sandip Patel – Dhansura
અરવલ્લી જીલ્લાના ધનસુરા – બાયડ રોડ ઉપર આવેલ ખેડા ગામ પાસે સામસામે બે ટ્રક ધડાકાભેર ટકરાતા ગમખ્વાર અકસ્માત થયો હતો જેમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જયારે અન્ય ચાર ઘાયલોને તાત્કાલિક સારવાર માટે 108 દ્વારા નજીકના હોસ્પીટલમાં ખસેડાયા હતા. અકસ્માત થતાની સાથે જ ટ્રાફિક જામ થઇ જતા લોકોના ટોળે ટોળા રસ્તા પર ઉમટી પડ્યા હતા. આ ઘટનાની જાણ ધનસુરા પોલીસને થતા સ્થળ ઉપર પહોચીને સ્થિતિને કાબુમાં કરી અકસ્માત મોત ગુનો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.