Rakesh Maheta – Arvalli Bureau
અરવલ્લી જીલ્લાના ધનસુરામાં ચાર માસ પહેલાજ નવીન બસ સ્ટેન્ડ બનાવામાં આવ્યું છે. તેમાં પાણી ની પરબની સુવિધા પણ રાખવામાં આવી છે છતા ધનસુરા બસ સ્ટેન્ડમાં રોજીંદી 100 અવરજવર રહે છે. અને તેના કારણે હઝારો મુસાફરો ની આવન જાવન છે. પણ અહી સત સ્ટેન્ડમાં મુકેલ પાણી ની પરબના ના નળ રેગીસ્તાન ના મૃગજળની શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યા છે અને કોઈ કામના નથી કારણ કે તેમાં થી પાણી આવતુજ નથી. આજે સત સ્ટેન્ડ ને બન્યાને ચાર મહિના થઇ ગયા અને તેમ છતાં આવી પાયાની સગવડ કે પાણી ની પરબ માં પાણી ના આવે તો આવી કાળઝાર બસ સ્ટેન્ડમાં પીવાના પાણી માટે વલખા મારે ? શું એસ.ટી બાબુઓ નિંદ્રામાંથી જાગી અને આવા ભર ઉનાળામાં લોકોને ઓપીવાનું પાણી મળે તેના માટે કોઈ સગવડ કરશે ખરું ? એ એક યક્ષ પ્રશ્ન છે ક પછી આ પરબ આખો ઉનાળો શોભાનો નેજ રેહશે.