Atul Shah – Bayad
આજે અપાયેલા ગુજરાત બંધના એલાનની અરવલ્લી જિલ્લામા કોઈ ખાસ અસર જોવા મળી નથી અરવલ્લીમા લોકોનું જનજીવન રાબેતા મુજબ જ શરુ થયું હતું કોઈ અગમ્ય ઘટના ન બને તે માટે પોલીસ તંત્રએ કમરકસી છે અરવલ્લી જિલ્લામા બાયડ તાલુકાના આબલીયારામા મહેસાણાના બનાવને પગલે રાતે બસના કાચ તોડવામા આવ્યા હતા ત્યારબાદ એસ. ટી. બસના કંડકટર દ્વારા પોલીસ ફરિયાદ નોધાવાતા પોલીસે 25 લોકોના ટોળા સામે રાયોટીંગનો ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી હતી આવી અન્ય ઘટનાઓ ન બને તે માટે તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.