THIS NEWS POWERED BY: RAHUL MOTORS
ગઈ કાલે દાહોદના અરિહંત દાળ મિલના માલિક પર ખાનગી બંદૂકમાંથી હત્યા કરવાના ઇરાદે 4 ગોળીઓ મારી હત્યાની કોશિશ કરનાર વ્યક્તિની આજે વહેલી લાશ મળતા ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.
ગઈ કાલે તા.૧૫/૦૯/૨૦૧૮ શાનિવારના રોજ સવારે 10 વાગે અરિહંત મિલના માલિકને તેમની જ મિલમાં જઈને અનાજના એક દલાલે ચાર ગોળી મારતા મિલ માલિકને ગંભીર ઇજા પહોંચતા તેઓને ઇમરજેન્સી સારવાર અર્થે વડોદરા ખસેડાયા હતા. અને ગોળી મારનાર દલાલ ફરાર થઈ ગયો હતો . ત્યારબાદ દાહોદ જિલ્લા પોલીસ વડા હિતેશ જોઇસરે એક ટુકડી બનાવીને તેને શોધવાનું ધમધમાટ ચાલુ કરતા તે વ્યક્તિ પર પ્રેસર બન્યું હતું. તેનાથી તેને લાગ્યું હશે કે કદાચ હવે હુ પકડાઇ જઈશ અને સમાજમાં કેવી રીતે જીવીશ એ ડરથી પોતે એજ રિવોલ્વોર થી પોતાની છાતીના ભાગે ગોળી મારી આત્મહત્યા કરી હતી. અને વહેલી સવારમાં તેની લાશ ઘોડાડુંગરી ખાતે એક ખેતરમાં પડી હતી અને આજુબાજુના રહીશોએ ગ્રામ્ય પોલીસને જાણ કરી કે અહીં ખેતરમાં એક લાશ રિવોલ્વોર સાથે પડી છે. આ બનાવની જાણ થતાં જ ગ્રામ્ય પોલીસ સ્થળ ઉપર પહોંચતા લાશનું સ્થળ પંચનામું કરી અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી હતી.
આમ વેપારીની હત્યાની કોશિશમાં એક નવો વળાંક આવતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે પણ ખરેખર આ ઘટના કયા કારણોસર ઘટી તેની સાચી હકીકત હજી સુધી બહાર આવવા પામી નથી. પરંતુ દાહોદ જિલ્લાના લોકોમાં જોરશોરથી ચર્ચા છે કે પૈસાની લેતીદેતી ના મામલે સમગ્ર ઘટના ઘટી હોય તેવી ચર્ચા લોકમુખે થઈ રહી છે. આ ઘટનાથી મૃતકના પરિવારમાં પણ ગહેરા શોકની લાગણી છવાઈ ગઈ છે. મૃતકે કયા કારણોસર આ પગલું ભર્યું તે હવે એક પહેલી બનીને રહી જશે.