Saturday, November 2, 2024
Google search engine
HomeDahod - દાહોદઅસામાન્ય અને શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન અંગે દાહોદના DDO ઉત્સવ ગૌતમના અધ્યક્ષ સ્થાને વિવિધ...

અસામાન્ય અને શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન અંગે દાહોદના DDO ઉત્સવ ગૌતમના અધ્યક્ષ સ્થાને વિવિધ બેન્ક મેનેજરો સાથે ચૂંટણી સંદર્ભે બેઠક યોજાઈ

જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ દ્વારા અસામાન્ય ટ્રાન્ઝેક્શન અંગે ચૂંટણી તંત્રનું ધ્યાન દોરવા બેન્ક મેનેજરોને અપાયા સૂચનો.

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ સંદર્ભે દાહોદ સેવા સદન ખાતે જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમના અધ્યક્ષપદે જિલ્લાની વિવિધ બેન્કોના મેનેજરો અને પ્રતિનિધિઓ સાથે એક ખાસ બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમે બેન્ક પ્રતિનિધિઓને ચૂંટણી સમયગાળા દરમિયાન થનારા પ્રત્યેક શંકાસ્પદ ટ્રાન્ઝેક્શની જાણકારી બાબતે નિગરાની રાખી ચૂંટણી વિભાગને માહિતી આપવા અંગે જણાવ્યું હતું. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, કોઈ સામાન્ય નાગરિકો અને વેપારીઓને બિનજરૂરી કનડગત ન થાય તેની તકેદારી રાખવા પર ખાસ રાખવાની રહેશે.વધુમાં તેમણે જણાવ્યું કે છેલ્લા બે માસ દરમિયાન (સાયલેન્ટ એકાઉન્ટ) ટ્રાન્ઝેક્શન થયું ન હોય અને ચૂંટણી દરમિયાન ટ્રાન્ઝેક્શનની અસામાન્ય અને શંકાસ્પદ ઘટનાઓની માહિતીને ચૂંટણી તંત્રના ધ્યાને દોરવા સૂચનાઓ આપી હતી.

ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જિલ્લામાં / મતવિસ્તારમાં આવી તબદિલીના કોઈ પણ પૂર્વ દ્રષ્ટાંત વગર બેન્કના એક ખાતામાંથી અન્ય કેટલાંક વ્યક્તિઓના ખાતામાં આર. ટી. જી. એસ. દ્વારા અસામાન્ય રકમની તબદિલી થઈ હોય તેવી માહિતીનું લીડ બેન્ક થકી ચૂંટણી તંત્રને ધ્યાન દોરવાનું રહેશે.નોમીનેશન ફાઈલ દાખલ કરનાર ઉમેદવાર, તેમના વિવાહીત સાથી અથવા તેના આશ્રિતના બેન્ક ખાતામાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન, ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રાજકિય પક્ષના ખાતામાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન સહિતની ઘટનાઓની માહિતી ચૂંટણી તંત્રને મોકલવાની રહેશે. આ પ્રસંગે બેન્ક મેનેજરો, પ્રતિનિધિઓ કઈ રીતે આવા ટ્રાન્ઝેક્શનનું ધ્યાન દોરી શકે તે માટે પ્રેઝન્ટેશનના માધ્યમથી માહિતી આપવામાં આવી હતી.ચૂંટણી ખરની દેખરેખ સંબંધિત મુખ્ય કાયદાકીય જોગવાઈઓ વિશે વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવી હતી. હિસાબની ચકાસણી, ઉમેદવારોનો દરરોજનો સમયસર રિપોર્ટ ચૂંટણી અધિકારીને જણાવવો રહેશે. આચાર સંહિતાનો ભંગ ના થાય એ અંગેની સંપૂર્ણ તકેદારી રાખવા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમએ ખાસ જણાવ્યું હતું. પ્રોજેક્ટ પ્રેઝન્ટેશન મારફત વિગતવાર જાણકારી અપાઈ હતી.

આ પ્રસંગે વિવિધ ચુંટણી મામલતદાર, નાયબ મામલતદારો, સહિત બેન્કોના પ્રતિનિધિઓ સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments