THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS
દાહોદ જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રભાઈ સોની એક અખબારી નિવેદનમાં જણાવે છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને દેશની સેવા કરતા આવતી 30 તારીખે સાત વર્ષ પૂર્ણ થાય છે, ત્યારે કોરોના કાળમાં સાત વર્ષના કાર્યની ઉજવણી કાર્યકર્તાઓ દ્વારા બુથ સ્તરે, ગ્રામ્યસ્તરે અને તાલુકા સ્તરે કોરોનાના દર્દીઓના પરિવારને રાશનકીટ, સેનેટાઈઝરનું વિતરણ, માસ્કનું વિતરણ, ઉકાળાનું વિતરણ કરે તેમજ જરૂર પડે ત્યારે બ્લડ મળી રહે તે માટે બ્લડ ડોનેશનના કાર્યક્રમો કરવા, મન કી બાત સાંભળવા માટેની યોજના આજે તા.૨૮/૦૫/૨૦૨૧ ને શુુક્રવારના રોજ ઝાલોદ ખાતે ભારતીય જનતા પાર્ટીની બેઠકમાં ઘડી કાઢવામાં આવી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રભાઈ સોનીએ શક્તિ કેન્દ્ર તેમજ વોર્ડ સ્તરે બે કાર્યક્રમો કરવા માટે આહવાન કર્યું હતું. તેમજ આગામી સમયમાં મોટા પાયે રસીકરણ આભિયાન હાથ ધરવા તેમાં સહયોગી થવા પર ભાર મૂકી ગ્રામ્ય સ્તરે વધુમાં વધુ રસીકરણ કરવા પર જાગૃતિ અભિયાન ચલાવવા અપીલ કરી હતી. આ મીટિંગમાં જિલ્લા પંચાયત પ્રમુખ શિતલબેન વાઘેલા, મંડલ પ્રમુખ ટપુભાઇ વસૈયા, મુકેશભાઈ ડામોર, તા. પ. પ્રમુખ રમસુભાઇ, ઉપપ્રમુખ અનિતાબેન, મુકેશભાઈ ભાભોર, જેસિંગભાઈ, દિનેશભાઇ પંચાલ, સમુભાઈ વગેરે સંગઠનના પદાધિકારીઓ તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.