PIYUSH GAJJAR – VIRAMGAM
ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી બન્યા બાદ વિજય રૂપાણીનું વિરમગામ શહેરમાં પ્રથમવાર આગમન.
વિરમગામ શહેરમાં આગામી 30 એપ્રિલ ના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના અઘ્યક્ષ સ્થાને ભાજપા દ્વારા યોજાનાર કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે આજ રોજ વિરમગામ તાલુકા સેવાસદન ખાતે ભાજપના આગેવાનો અને કર્મચારીઓ બેઠક મળી હતી. જેમા વિરમગામ તાલુકાનાં પ્રાંત અધિકારી, મામલતદાર, ગુજરાત પ્રદેશ મંત્રી પ્રદીપસિંહ વાઘેલા, અમદાવાદ જીલ્લા અધ્યક્ષ આર.સી.પટેલ, જીલ્લા મહામંત્રી માધુભાઈ ઠાકોર, નવદીપ ભાઈ ડોડીયા, પૂર્વ ધારાસભ્ય પ્રાગજીભાઈ પટેલ, વજુભાઈ ડોડીયા, કમાભાઈ રાઠોડ, જીલ્લા ઉપપ્રમુખ સુરેશભાઈ પટેલ, જીલ્લા મંત્રી આર.કે.ઠાકોર, અલ્પેશભાઈ પટેલ, ગીતાબા સિસોદિયા, ઈશ્વરભાઈ સોલંકી તેમજ વિરમગામ શહેર – તાલુકા, દેત્રોજ તથા માંડલ તાલુકા તેમજ સાણંદ શહેર – તાલુકાના પ્રમુખ – મહામંત્રી આ બેઠકમાં હાજર રહી કાર્યક્રમ અંગે ચર્ચા વિચારણા કરી હતી.