દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આજે તા.૩૦/૦૪/૨૦૨૧ ને શુક્રવારે બપોરના 12:00 વાગ્યાના સમયે આસપાસના ગામડાની જનતા જરૂરી સરસામાન લેવા માટે સંજેલી નગરમાં ઉમટી પડી હતી. એક તરફ કોરોનાની મહામારી પ્રકોપ પુર જોશમાં ચાલી રહ્યો છે ત્યારે નજીકમાં આવેલ રણધીકપુર, મોરા, સંતરામપુરના બજારો સ્વંયભૂ બંધ રાખવામાં આવતા એકમાત્ર નજીકનું ગામ સંજેલી. સંજેલી બજારમાં કરિયાણાની અને અન્ય જીવન જરૂરિયાતની દુકાન બપોરના બે વાગ્યા સુધી ચાલુ હોઈ ગામડાંની પ્રજા નગરમાં ખરીદી માટે ઉમટી પડી હતી. પરંતુ તેઓમાં કોઈએ પણ ન તો માસ્ક પહેરેલ હતા ન તો સોશિયલ ડિસ્ટનસીંગનું પાલન કરેલ હતા. તેઓ દ્વારા આ બંને વસ્તુનો ભંગ થતા તથા ચારે બાજુ જામેલી ભીડ કોરોનાનું સંક્ર્મણ વધુ ફેલાવી શકે છે ત્યારે કોરોના વિસ્ફોટને અટકાવવા માટે સંજેલી મામલતદાર પોલીસ સ્ટાફના કાફલા સાથે દોડી આવ્યા હતા. સંજેલી ઇન્ચાર્જ મામલતદાર વર્ષાબહેન પટેલ, પુરવઠા મામલતદાર સુજલકુમાર ચૌધરી, સંજેલી PSI એસ.એમ. લાર્સન, પોલીસ સ્ટાફ અને સંજેલી આરોગ્ય અધિકારી ઓએ સંજેલી નગરની તમામ દુકાનો બંધ કરાવી હતી. જ્યાં સોશિયલ ડિસ્ટનસીંગ નો ભંગ થતો હોય તેવા દુકાનદારને કડક સુચનાઓ પણ આપવામાં આવી હતી. થોડી જ વારમાં પોલીસના આ સપાટાથી સમગ્ર સંજેલી નગરના બજારો ટપોટપ બંધ થઈ જતા બજારો સુમસામ બની ગયાં હતાં.
HomeSanjeli - સંજેલીઆજુ બાજુના ગામોની દુકાનો લોકડાઉનમાં બંધ રહેતા સંજેલી નગરમાં ગામડાની પ્રજાની ઉમટી...