ALPESH TRIVEDI – DHORAJI
આજે 7માં પગાર પંચની માગણી સાથે એક દિવસની પોસ્ટલ કર્મચારીઓની દેશ વ્યાપી હડતાલ: ધોરાજીમાં તમામ પોસ્ટ ઓફિસમાં તાળાં, લોકોનાં કામો અટક્યાસમગ્ર દેશમાં 7માં પગારપંચની માંગણીઓને લઇને દેશ વ્યાપી પોસ્ટલ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે આજ રોજ ધોરાજીમાં પણ તમામ પોસ્ટ ઓફિસમાં તાળાં જોવાં મળ્યા છે કન્ટીજન્સી સ્ટાફને 7માં પગારપંચ મુજબ પગાર આપવો, કર્મચારીઓને વેરીગુડ બેન્ચમાં માર્ક ન મળે તો 20 વર્ષ સુધી ઈંક્રીમેન્ટ અટકી શકે તે નિર્ણય રદ કરવો, રહેમરાહે રેલ્વેની જેમ નિમણૂક આપવાં સહિતની અલગ અલગ માંગણી અંગે 4 મહીનામાં ઉકલની ખાતરી અપાયાં બાદ 8 મહીના વિતિ ગયાં છતાં પણ માંગણી સંતોષવામાં આવી નથી જેથી દેશભરના કેન્દ્રીય કર્મચારીઓ અને ઓલ ઇન્ડીયા પોસ્ટલ એમ્પ્લોઈઝ યુનીયન સરકારની નીતિનો વિરોધ કરવાં માટે આજરોજ એક દિવસની હડતાલ પોસ્ટલ કર્મચારી દ્વારા પાડવામાં આવી છે ત્યારે આજે ધોરાજીની તમામ પોસ્ટ ઓફિસમાં તાળાં જોવાં મળ્યા હતા અને લોકોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે રોજીંદા કામો ઠપ્પ થઈ ગયાં હતાં અને લોકોનાં નાણાંકીય લેવડ-દેવડના વ્યવહાર ખોરવાઈ ગયા હતા.