- દાહોદ નગરમાં આવતીકાલે તિરંગા યાત્રા : બાઈક રેલીમાં ૩૦૦૦ વધુ લોકો જોડાશે.
- કલેકટર ડો. હર્ષિત ગોસાવીનું હર ઘર તિરંગા અભિયાનમાં લોકોને સહભાગી થવા આહ્વાન.
દાહોદ નગરમાં આવતી કાલે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત બાઈક રેલી યોજીને લોકોને આ અભિયાનને સફળ કરવા માટે ઇજન અપાશે. આ તિરંગા બાઈક રેલીમાં ૩૦૦૦ થી વધુ નગરજનો જોડાશે. દાહોદ નગરમાં યોજાનારી તિરંગા બાઇક રેલી બપોરના ૩ વાગે થી ૫ વાંગ્યા સુધી યોજાશે. આ રેલી કેન્દ્રીય વિદ્યાલયથી નીકળી દાહોદ શહેરમાં ફરી કલેકટર કચેરી ખાતે સમાપન કરવામાં આવશે. બાઈક રેલીનો રૂટ જોઈએ તો કેન્દ્રીય વિદ્યાલય થી ચન્દ્રશેખર આઝાદ ચોક, સૈફી હોસ્પિટલ, ભગવાન બિરસા મુંડા ચોક, માણેકચોક, નગરપાલિકા, સરદાર પટેલ ચોક, એપીએમસી, મંડાવાવ ચોકડી, ચાકલીયા ચોકડી, ડો. બાબા સાહેબ આંબેડકર ચોક, વિશ્રામ ગૃહ, સરસ્વતી સર્કલ, વિવેકાનંદ સર્કલ, બસ સ્ટેશન થઈને જિલ્લા સેવા સદન સુધી પહોંચશે અને તિરંગા બાઈક રેલીનું સમાપન કરાશે.
આજે જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી બેઠકમાં આ અંગેનું આયોજન કરાયું હતું. બેઠકમાં કલેકટર ડો. ગોસાવીએ તિરંગા બાઈક રેલીના સુચારૂ સંચાલન માટે જરૂરી સૂચનો કર્યા હતા.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી, જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા, લીમખેડા પ્રાંત અધિકારી રાજ સુથાર, નિવાસી અધિક કલેક્ટર એ. બી. પાંડોર સહીતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.